જાણો ભારત અને બ્રાઝીલે વૈજ્ઞાનિકોની સલાહ ન માનવી ભારે પડી: ભારતમાં ચૂંટણી- ધાર્મિક કાર્યક્રમોના કારણે કો-રોના વકર્યો, બ્રાઝિલે કો,વિડ-19ને સમજ્યો હંમેશા નાનો ફ્લૂ

ટોપ ન્યૂઝ

છેલ્લા કેટલાય દિવસથી ભારતમાં રોજના 3 લાખથી વધુ નવા કેસ અને 3,000થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે

  • સાયન્સ જર્નલ નેચર રિપોર્ટ પ્રમાણે બંને દેશોએ વૈજ્ઞાનિકોની વાત ના માનતા સ્થિતિ વણસી
  • ભારત અને બ્રાઝિલ સરકારે કો-રોના વાયરસ વિશે વૈજ્ઞાનિકોએ આપેલી સલાહ ના માની અને તેના કારણે હવે આ બંને દેશો પર કો-રોનાની બીજી લહેર ખૂબ હાવી થઈ ગઈ છે.

જો વૈજ્ઞાનિકોની સલાહ માની લીધી હોત તો કો-રોના વાયરસની બીજી જોખમી લહેરને નિયંત્રિત કરવાનું સરળ થઈ જાત. પ્રખ્યાત સાયન્સ જર્નલ નેચરમાં રિપોર્ટ આવ્યો છે કે, ભારત અને બ્રાઝિલે વૈજ્ઞાનિકોની સલાહ ના માનીને કોરોના નિયંત્રણનો સારા મોકો ગુમાવી દીધો છે.

ભારત-બ્રાઝિલે વૈજ્ઞાનિકોની સલાહના આંખ આડા કાન કર્યા

  • ગયા સપ્તાહમાં ભારતમાં કો,વિડ-19ના કારણે 4 લાખથી વધારે દર્દીઓ એક જ દિવસમાં સંક્રમિત થયા હતા. જ્યારે 3500થી વધારે લોકોના મોત થયા હતા. આ આંકડા એઠલા ભયાનક હતા કે, વિશ્વમાંથી ઘણાં દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા. તેમણે ઓક્સિજન, વેન્ટિલેટર્સ અને આઈસીયુ બેડ્સ જેવી જરૂરી સામગ્રીનો સપ્લાય કર્યો હતો.
  • ચર જર્નલના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારત અને બ્રાઝીલ એકબીજાથી 15 હજાર કિલોમીટર દૂર છે. પરંતુ બંને દેશોમાં કોરોના વિશે એક જ સમસ્યા છે. આ બંને દેશોને વૈજ્ઞાનિકોએ એલર્ટ કર્યા હતા કે કોરોનાની બીજી લહેર વધારે જોખમી અને જીવલેણ હોઈ શકે છે, પરંતુ બંને દેશના નેતાઓએ વૈજ્ઞાનિકોની વાત ના માની અથવા તેનો ખૂબ મોડો અમલ કર્યો.

ચૂંટણી અને ધાર્મિક કાર્યક્રમોએ ભારતની હાલત ખરાબ કરી

નેચર જર્નલ લેખમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોરોના પીક પર હતો. ત્યારે હાઈએસ્ટ એક દિવસમાં 96 હજાર લોકો સંક્રમિત થતાં હતા. ત્યારપછી આ માર્ચ મહિનામાં કેસ ઓછા થઈને 12,000 સુધી આવી ગયા હતા. આ ઘટાડાને જોઈને ભારત સરકારને આત્મ સંતોષ થઈ ગયો અને તેમણે ફરી બધા નોકરી ધંધા ખોલી દીધા. લોકોની ભીડ જમા થવા લાગી. લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ઓછુ કરી દીધું. ચૂંટણી રેલી, ધરણા-પ્રદર્શન અને ધાર્મિક આયોજન થઈ રહ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા માર્ચથી એપ્રિલ સુધી ચાલી. જેના કારણે કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *