નિયમોના ધજાગરા ઉડાવતા ભાજપના કાર્યકરો

સુરત

સુરતમાં તૃણમુલ કોંગ્રેસના વિરૂદ્ધના દેખાવમાં ભાજપી કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ફરી એક વખત સત્તામાં આવતાની સાથે જ ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપર જીવલેણ હુમલા હોવાના રોષ સાથે ભાજપ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યાં છે. પશ્ચિમ બંગાળની હિંસાને વખોડી કાઢતા ભારતીય જનતા પાર્ટીએ શહેરના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કર્યા હતાં. કાર્યક્રમ દરમિયાન ઘણી જગ્યાએ કોરોના સંક્રમણની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.

શાસક પક્ષના નેતા નિયમો ભૂલ્યાં

ભાજપના શાસક પક્ષના નેતા અમિત સિંહ રાજપૂત દ્વારા મમતા બેનર્જીના વિરોધમાં કરાયેલા કાર્યક્રમનું આયોજન વિવાદમાં આવ્યું છે. સુરત શહેરમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સરકારની ગાઇડ લાઇનનું પાલન કરીને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી હતી. તેમની અપીલને પણ જાણે માન્ય ન રાખ્યું હોય તે રીતે શાસક પક્ષના નેતા અમિત સિંહ રાજપૂત વર્તી રહ્યા છે. અમિત સિંહ રાજપૂત અને અન્ય ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા સ્પષ્ટ જોવા મળ્યા હતા. સી.આર.પાટીલ પાટીલે કરેલી અપીલને પણ તેમણે નેવે મૂકી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *