સુરતમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે તરવૈયાઓ સ્વિમિંગ પૂલ બંધ રહેતા તાપી નદી પરના કોઝ વેના પાણીમાં તરીને તંદુરસ્ત રહેવા પ્રયાસ કરે છે

સુરત

ભારે ગરમીમાં ઠંડક મેળવવા તરવૈયાઓ કોઝ વેમાં ધુબાકા મારીને સ્વાસ્થ્ય જાળવી રાખવા પ્રયાસ કરે છે.

  • કો-રોના મહામારી વચ્ચે પણ નિયમિત તરતા તરવૈયાઓ કોઝવેમાં તરે છે
  • કો-રોનાની માહામારી અને ગરમીના પ્રકોપ વચ્ચે તરવૈયાઓએ કોઝવેમાં છલાંગ મારી ઠંડા ઠંડા કુલ કુલની મજા માણવા મજબુર બન્યા છે.
  • છેલ્લા દોઢ વર્ષથી તમામ સ્વિમિંગ પૂલો બંધ રહેતા તરવૈયાઓ કોઝવેમાં કુદી સ્વિમિંગની સાથે તંદુરસ્ત રહેવાનો અનોખો પ્રયોગ શોધી કાઢ્યો છે.

તરવૈયાઓનું કહેવું છે કે, જ્યારે કામ ધંધા જ બંધ છે તો આખો દિવસ ઘરમાં બેસીને સ્વાસ્થ્યને અશક્ત બનાવવા કરતા સ્વિમિંગ કરી તંદુરસ્ત રહી શકાય છે. વિજ્ઞાન પણ કહે છે કે, માત્ર 30-45 મિનિટના સ્વિમિંગથી આખો દિવસ ફ્રેશ અને હેલ્ધી રહી શકાય છે.

સુગરના દર્દીઓ માટે સ્વિમિંગ સારી કસરત છે એવું તરવૈયા કહે છે

સ્વિમિંગથી શરીરના તમામ અંગોની કસરત એક સાથે થઈ જતી હોવાનું કહેતા તરવૈયાઓએ ઉમેર્યું કે,ડાયાબિટિસ એટલે કે, સુગરના દર્દીઓ માટે સ્વિમિગ ઘણું જ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે.

સ્વિમિંગ શ્વાસો શ્વાસની કસરત માટે ખૂબ જ કારગાર છે. એટલે ડોક્ટરો પણ ઘણીવાર કહેતા હોય છે કે સ્વિમિંગ ચાલુ કરી દો આયુષ્ય 5 વર્ષ લાબું થઈ જશે. આટલા ફાયદા હોય તો પછી ડર કે આગે જીત હે,એમ માનીને કોઝવેમાં તરી લઈએ છીએ.

સ્વિમિંગ પૂલ બંધ રહેતા કોઝ વે જ વિકલ્પ

આ વર્ષે ઉનાળો સૌથી ગરમ રહ્યો છે. ગરમીના પ્રકોપથી બચવા સ્વિમિંગ જ એક રસ્તો છે. કો-રોનાની માહામારીને લઈ તમામ સ્વિમિંગ પૂલો બંધ કરાયા છે. આવા સમયમાં તરવૈયા પાસે ઓપન સ્કાય કોઝ વે જ એક વિકલ્પ છે. એટલે લગભગ તમામ જૂના મિત્રો હાલ કોઝવે પર મળીને એકબીજાના હાલ ચાલ પૂછી પાણીમાં છલાંગ મારી ઠંડા ઠંડા કુલ કુલની મજા લઈ રહ્યા છે. એટલું જ નહીં પણ આવા સમયમાં કેટલાક તરવૈયાઓ પોતાના બાળકોને પણ પાણીની રમતના દાવ પેચ શીખવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *