વૃદ્ધાની સ્મશાનયાત્રામાં વરઘોડા જેવા દૃશ્યો જોવા મળ્યા, મૃતકની અંતિમ ઇચ્છા હતી કે, તેમના મોતને પરિવાર આનંદથી ઉજવે
જેમ લોકો અનોખી રીતે લગ્ન કરીને તેને યાદગાર બનાવે છે. તેમ રાજકોટ (Rajkot) ના એક ગામમા અનોખી સ્મશાન યાત્રા નીકળી હતી. આ સ્મશાન યાત્રા જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા કે આ સ્મશાન યાત્રા છે કે લગ્નનો વરઘોડો. સરધાર ગામના એક વૃદ્ધાને તેમના પરિવારજનોએ બેન્ડબાજા સાથે અંતિમ વિદાય (last rite) આપી હતી.
રાજકોટના સરધાર ગામમાં એક અનોખી સ્મશાનયાત્રા નીકળી હતી. સરધાર ગામના નિવાસી કંકુબેન શિવાભાઈ ખૂંટનું મૃત્યુ થયું હતું. તેમના પરિવાર દ્વારા ઢોલ નગારા સાથે બેન્ડબાજા સાથે સ્મશાનયાત્રા કાઢવામા આવી હતી. એટલુ જ નહિ, બેન્ડ વાજા અને અશ્વ સવારી સાથે અંતિમ રથને શણગારવામાં આવ્યો હતો.
રાજકોટના સરધારમાં રહેતા 109 વર્ષના વૃદ્ધા કંકુબેન શિવાભાઈ ખૂંટનું આજે અવસાન થયું હતું. આથી ખૂંટ પરિવારે ઘોડા, બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે તેમની સ્મશાનયાત્રા કાઢી હતી. સ્મશાનયાત્રામાં લગ્નના વરઘોડા જેવો નજારો જોવા મળતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા હતા. પરિવારજનોએ અંતિમયાત્રાને યાદગાર રાખવા માટે ધામધૂમથી અંતિમયાત્રા કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સ્મશાનયાત્રા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની : સરધાર ગામમાં અનોખી સ્મશાનયાત્રા નીકળતા રસ્તા પર પસાર થતા લોકો પણ ઘડીભર ઉભા રહી ગયા હતા. તેમજ આજુબાજુના ગામોમાંથી પણ લોકો સ્મશાનયાત્રા નિહાળવા ઉમટી પડ્યા હતા. ખૂંટ પરિવાર દ્વારા ઢોલ-નગારા અને બેન્ડબાજા સાથે સ્મશાનયાત્રા કાઢવામા આવી હતી. એટલુ જ નહીં, બેન્ડવાજા અને અશ્વ સવારી સાથે સ્મશાનયાત્રા નીકળતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
કંકુબેનની અંતિમ ઈચ્છા હતી કે તેમના મોત પર પરિવાર શોક નહીં પણ આનંદથી ઉજવણી કરે. તેમની આ ઈચ્છાને માન આપી પરિવાર દ્વારા ઢોલ-નગારા સાથે બેન્ડબાજા વગાડી સ્મશાનયાત્રા કાઢવામા આવી હતી. સરધાર ગામની શેરીઓમાં આ અંતિમયાત્રા નીકળતા લોકો મોટી સંખ્યામાં આ અનોખા દૃશ્યો જોવા માટે ઉમટી પડ્યા હતા. ગામના વૃદ્ધાને તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલી આ વિદાઇને ગ્રામજનોએ પણ વખાણી હતી. સાથે-સાથે સદગતનાં આત્માની શાંતિ માટે સૌ કોઈએ પ્રાર્થના પણ કરી હતી. જોકે આ અનોખી અંતિમયાત્રા સરધાર સહિત સમગ્ર રાજકોટ જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિની અંતિમયાત્રા શોકનો પ્રસંગ ગણાય છે અને આ તકે લોકોમાં ભારે ગમગીનીનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ જેમ લોકો અનોખી રીતે લગ્ન કરીને તેને યાદગાર બનાવે છે. તેમ સરધાર ગામમા અનોખી સ્મશાન યાત્રા નીકળી હતી. આ સ્મશાન યાત્રા જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. કારણ કે આ સ્મશાન યાત્રામાં પરિવારજનો દ્વારા લગ્નનાં વરઘોડા જેવા ઠાઠ સાથે મોભીને અનોખી વિદાય આપવામાં આવી હતી.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/02/16rajkot-sardhar-smasanyatra-shailesh_1641125049/mp4/v360.mp4 )
આ સ્મશાનયાત્રામાં સરધાર ગામના અને આસપાસના ગામના લોકો પણ જોડાયા હતા. ત્યારે આ અનોખી સ્મશાન યાત્રાને જોવા કુતૂહલ સર્જાયું હતું. રસ્તે પસાર થતા લોકો પણ સમજી શક્તા ન હતા કે આખરે લગ્નનો વરઘોડો છે કે અંતિમ યાત્રા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!