અરે બાપરે / 7 છોકરી અને 13 છોકરા સ્પાની આડમાં એવા-એવા કાંડ કરી રહ્યા હતા કે પોલીસ પણ નીચું જોઈ ગઈ, જાણીને તમે પણ ચોંકી જશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક સ્પા સેન્ટર પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સ્પા સેન્ટર પર દરોડો પાડીને સ્થળ પરથી 7 છોકરીઓ અને 13 છોકરાઓની અટકાયત કરી હતી. પોલીસનું કહેવું છે કે આ સેન્ટરમાં ઘણા મહિનાઓથી ગોરખધંધા થતા હતા.

પોલીસને સ્થળ પરથી મોટી માત્રામાં દારૂની બોટલો સાથે ગુનાહિત સામગ્રી પણ મળી આવી છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. આ પહેલા પણ શહેરમાં સ્પા સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી છે તેમ છતાં ગોરખધંધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરનો મામલો પલાસિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ગીતા ભવન પાસેનો છે.

અહીંના શ્રી બાલાજી હાઇટ્સના ચોથા માળે દરોડો પાડીને પોલીસે 7 યુવતીઓ અને 13 યુવકોની અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી વાંધાજનક સામગ્રી સાથે દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

સ્પાની આડમાં અહી ઘણા સમયથી અનૈતિક કામ ચાલતું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ગોરખધંધાનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું. આ અંગેની માહિતી મળતાં જ પોલીસની ટીમે રેડ કરીને 20 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. મોટાભાગની છોકરીઓ ઈન્દોર અને આસપાસના વિસ્તારની છે, જેઓ ઓપરેટરના કોલ પર આવતી હતી. હાલ પોલીસ તમામ સામે કડક કલમો હેઠળ કાર્યવાહી કરી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.