યુદ્ધના કારણે ડાયમંડના ઈમ્પોર્ટ અને એક્સપોર્ટના ધંધાને બહુ મોટો ફટકો પડ્યો છે. ત્યારેડાયમંડના ધંધામાં વેપારીઓ વેકેશન રાખવાની વાત કરી રહ્યા છે. મોટા મોટા શેઠિયાઓના પણ પરસેવા છૂટી ગયા છે તો નાના માણસોના ધંધા પર ખુબ ગંભીર રીતે અસર પડી છે.
તાજેતરમાં સુરતની કેટલીક મોટી કંપનીઓ તથા મહુવા ડાયમંડ એસોસિયેશને હીરાના કારખાનાઓ સ્વેચ્છીક રીતે બંધ રાખી વેકેશનને જાહેરાત કરી ચુકી છે.ત્યારબાદ હવે ભાવનગરના હીરા ઉદ્યોગે પણ બેઠક બોલાવી આગામી પહેલી એપ્રિલથી 15 દીવસનું વેકેશન રાખવાનો નિર્ણય લીધો છે.
ભાવનગરના હીરા ઉદ્યોગમાં વેકેશન રાખવા બાબતે એક બેઠક બોલાવવામાં આવી હતી.જેમા કારખાનેદારો, દલાલ ભાઈઓ,રત્નકલાકારો સહીત હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.જેમા સર્વાનુંમત્તે સ્વેચ્છીક બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.વેકેશન રાખવાના નિર્ણય અગાઉ ભાવનગરમાં કાર્યરત કારખાનાના માલિકો પાસે લેખિતમાં સહીઓ લેવામાં આવી હતી.નિર્ણય લીધો છે.
યુક્રેન કટોકટી પછી રશિયા પર લગાડવામાં આવેલા આર્થિક પ્રતિબંધો,અમેરીકામાં વ્યાજદર અને ફુગાવામાં થયેલો વધારો સહીતના નકારાત્મક વૈશ્વિક પરિબળોના પગલે પોલિશ્ડ હીરાની માંગ અને કિંમતોમાં ભારે ઘટાડો થયો છે.
એક તરફ વૈશ્વિક બજારોમાં તૈયાર હીરાનો પુરવઠો સતત વધી રહ્યો છે તો બીજી તરફ તેની માંગમા સતત ઘટાડો થઈ રહ્યો છે.પરિણામે ડીમાન્ડ અને સપ્લાયની સ્થિતિ બગડતા મોટી સમસ્યા ઉભી થઈ છે.આવા સંજોગોમાં આ સમસ્યાના નિવારણ માટે હીરાનું ઉત્પાદન ઘટાડવાનો એક માત્ર મજબુત વિકલ્પ બચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!