અરરર / દાહોદમાં એક પછી એક 15 યુવકોએ યુવતી પર આચર્યું દુષ્કર્મ, જુઓ આવું અનેક દિવસો ચાલ્યું અને પછી થયું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

શહેરમાં જ રહેતા 15 ઇસમો સામે એક સગીરા પર સામુહિક દુષ્કરમ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરી છે. 2 મહિલાઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે. સગીરાને તેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યો છે.

દાહોદ શહેરમાં સામુહિક દુષ્કર્મનો કેસ સામે આવતા ચકચાર મચી ગઇ છે. દાહોદમાં રહેતી એક સગીરા પર 2019 માં 2 જુલાઇથી 25 જુલાઇ સુધી શહેરના નુર મસ્જીદ પાસે પિંજારવાડા, કસ્બા, મેમુનગર ખેરૂનીશા મસ્જીદ નજીક 15 જેટલા યુવકોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ગુનામાં 2 મહિલાઓની સંડોવણી પણ સામે આવી છે.

જેમાં મતિ નયનભાઈ કાજી, નિજામ રાજુભાઈ કાજી, જુનેદ ઉર્ફે લલ્લી બાબુભાઈ શેખ, અબ્દુલ અજીજ ઉર્ફે અદુલ મોહમદ જાહીર કુરેશી, સાહીદબેગ ઉર્ફે સાહીદબાબા સબ્બીરબેગ ર્મિજા, મોઈનુદ્દીન ખતરી, અજરૂદ્દીન ખતરી, હસનબાબા, મઝહરકાજી, હૈદર કુરેશી, સહેબાજ શેખ, જાબીર સૈયદ, ઈશરાર ઉર્ફે ઈસ્સુ, ગુજ્જુ ઘાંચી, મુસ્કાન,બીરદોશી નિજામ રાજુભાઇ કાજીની પત્ની, નિજામ રાજુભાઇ કાજીની માતા બે મહિલાઓ સાથે મળીને 15 યુવકોએ સગીરા પર તેના ઘર તથા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ ગુજાર્યા બાદ 15 ઇસમો અને 2 મહિલા દ્વારા સગીરાને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો. આરોપીઓએ દુષ્કર્મ ગુજારતા હોય તેવા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારી હતી.

જેના કારણે સગીરા માનસિક રીતે પરેશાન હતી. હાલ તો આ અંગે સગીરાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તમામ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.