હવે કેટલા છે આવા દુષ્કર્મીઓ / સુરતના વધુ એક કપલ બોક્સમાં 16 વર્ષીય કિશોરીને ઘેનયુક્ત કોફી પીવડાવી નરાધમે બળાત્કાર ગુજાર્યો – જાણો ક્યાં બની આ શરમજનક ઘટના?

ટોપ ન્યૂઝ સુરત

સલાબતપુરામાં પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના ખાતામાં કામ કરતા સાથી કર્મચારીએ 16 વર્ષની કિશોરીને લિંબાયતના કેફેમાં લઈ જઈ ઘેનયુક્ત કોફી પીવડાવી કપલ બોક્સમાં બળાત્કાર કર્યો હતો. જોકે બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ, લિંબાયતની 16 વર્ષીય મુમતાઝ( નામ બદલ્યું છે) આંજણા ફાર્મ ખાતે પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના ખાતામાં નોકરી કરે છે. તેની માતા પણ તે જ ખાતામાં નોકરી કરે છે. મુમતાઝની સાથે નિખિલ નામનો યુવક પણ નોકરી કરતો હતો. 3 જાન્યુઆરીના રોજ મુમતાઝ કામ પર ગઈ હતી. ત્યારે નિખિલે એવું કહ્યું કે આપણી સાથેના લોકો કોફી પીવા જાય છે. આપણે પણ જઈએ. પહેલાં તો મુમતાઝે કોફી પીવા જવા માટે ના પાડી હતી. પરંતુ નિખિલે તેને કોફી પીવા જવા માટે દબાણ કરતાં મુમતાઝ તૈયાર થઈ હતી.

ત્યાર બાદ એક રિક્ષામાં ચારેય જણા નીકળ્યા હતા. બાદમાં લિંબાયત કેફેમાં યુવકે યુવતીને ઘેનયુક્ત કોફી પીવડાવી રેપ કર્યો હતો. બુધવારે મુમતાઝે નિખિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પીઆઇ એમ.વી.કિકાણીએ આરોપી નિતીશ કુમાર ઉર્ફે નિખિલ પ્રેમકુમાર સહાની(રહે. આંજણા, સલાબતપુરા)ને ઝડપી પાડ્યો હતો.

ભાનમાં આવતા કિશોરીને ઘટનાની જાણ થઈ
લિંબાયતમાં એક કાફેમાં ગયા હતા ત્યાંથી નિખિલના બંને સાથી કર્મચારીઓ બીજે કોઈ જગ્યાએ ગયા બાદમાં નિખિલે મુમતાઝને કોફી પીવડાવી હતી. કોફીમાં ઘેનવાળો પદાર્થ હોવાથી મુમતાઝ બેભાન થઈ ગઇ હતી. ત્યારે નિખિલે મુમતાઝ સાથે બળાત્કાર ગુજાર્યો હતો. મુમતાઝ ભાનમાં આવતા તેને ખ્યાલ આવી ગયો હતો કે તેની સાથે શું થયું છે. તે ખાતા પર આવી ત્યારે તેણીએ તેની માતાને કહ્યું કે તેની તબિયત સારી નથી કહી મુમતાઝ ઘરે નીકળી ગઈ હતી. બીજા દિવસે મુમતાઝે તમામ હકીકત જણાવી હતી.

દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, 6ની ધરપકડ
વધુ 2 આરોપીએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. મયુર નામના રિક્ષાચાલકે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો હતો. વીડિયો અન્ય મિત્રને આપતા બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું હતું. મયુરે તેના મિત્ર લાલા નામના શખ્સને વીડિયો આપ્યો હતો. પોલીસે રિક્ષાચાલક મયુર અને લાલાની ધરપકડ કરી છે. પોલીસે દુષ્કર્મ કેસમાં કુલ 6 આરોપીની ધરપકડ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.