ચેતી જજો દીકરીઓના માં-બાપ / અમદાવાદની 18 વર્ષની યુવતીને વિધર્મીએ મોલમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, અને પછી યુવતી સાથે જે કર્યું એ જાણીને તમે ચોંકી જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મુસ્લિમ યુવકો હિંદુ યુવતિઓને પ્રેમની જાળમાં ફસાવી અને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરાવતા હોય છે. આવા કેટલાક કિસ્સાઓ વડોદરા અને અનેક શહેરોમાંથી સામે આવ્યા છે પરંતુ હાલ આવો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદરના નારણપુરામાં રહેતી 18 વર્ષીય યુવતી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પાલનપુરના મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવકે તે યુવતિ પાસેથી કપડા વગરની તસવીરો હાથ પર બ્લેડના ચેકા લગાવી ઇમોશનલ બ્લેકમેલ કરી મંગાવી હતી. અને તે બાદ આ પરથી બ્લેકમેઇલ કરી તે યુવતિ પર દુષ્કર્મ આચર્યું હતુ અને તે સમયે વીડિયો બનાવી ફરી બ્લેકમેઇલ કરી લગ્ન માટે ઘરેથી રૂ. 10 હજાર અને અસલ દસ્તાવેજો મંગાવી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, હિમાલયા મોલ ખાતે જે હિમાલયા ઇન હોટલ છે ત્યાં આ યુવકે યુવતિ પર દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં થરાદ અને ત્યાંથી રાજસ્થાન લઇ જઈ કોર્ટ મેરેજ કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું હતું. મુસ્લિમ વિધિ પ્રમાણે લગ્ન પણ કર્યા હતા. આ અંગે પરિવારજનોએ ભારે જહેમત બાદ ફરિયાદ લેવાતા ચર્ચાનો વિષય બન્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, ધમકી, પોક્સો, આઇટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયકની કલમો હેઠળ ગુનો નોંધી એસીપીએ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત તપાસીએ તો નારણપુરા વિસ્તારમાં 18 વર્ષીય યુવતી તેના માતાપિતા સાથે રહે છે અને તે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે. વર્ષ 2019માં વિદ્યાર્થિની જયારે સગીર હતી, ત્યારે સોશિયલ મીડિયા સાઇટ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પાલનપુરના રિયાઝ રફીક મેમણના સંપર્કમાં આવી હતી. આ મુસ્લિમ યુવકે હિમાલયા મોલ ખાતે યુવતિને મળવા બોલાવી હતી અને શારીરિક અડપલાં કર્યા હતા. આ ઉપરાંત તેની પાસેથી કપડા વગરના ફોટા પણ ઇમોશનલ બ્લેકમેઇલ કરી મંગાવ્યા હતા યુવતીએ ફોટા ન મોકલતા યુવકે પોતાના હાથ પર બ્લેડના ચેકા લગાવી તેને ડરાવી હતી. જેથી યુવતી ડરી ગઇ અને આખરે તેણે તેના ફોટા મોકલી આપ્યા હતા.આ જ ફોટાના આધારે રિયાઝ તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો અને દિવાળી દરમિયાન રિયાઝે યુવતીના પિતાની મિલકતની તપાસ કરી હતી અને લગ્ન કરવા માટે જણાવી રૂ. 10 લાખ મંગાવ્યા હતા.

આ યુવકે કહ્યુ કે જો તે પૈસા લઈને નહી આવે તો તે ફોટા વાયરલ કરી દેશે. બાદમાં યુવતી પાસે અઢી લાખ લઈ ઘરેથી અસલ દસ્તાવેજ લઈ ભાગવા જણાવ્યું પરંતુ 10 હજાર અને દસ્તાવેજ સાથે યુવતી ભાગી હિમાલયા મોલ ખાતે આવી અને 11 ડિસેમ્બર 2021ના રોજ હિમાલયા મોલ ખાતે આવેલી હિમાલયા ઇન હોટેલમાં લઈ જઈ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે તેણે દુષ્કર્મનો વીડિયો ઉતાર્યો અને યુવતીને બનાસકાંઠાના પાલનપુર ખાતેના દુધવા ગામે લઈ જઈ મિત્ર વિક્રમસિંહ રાજપૂતના ઘરે લઈ ગયો હતો. ત્યાંથી રાજસ્થાન કોર્ટમાં લઇ જઇ કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં મૌલવીને બોલાવી ધર્મ પરિવર્તન કરાવી દીધું હતું.

ત્યાર બાદ તે યુવતિ સાથે મુસ્લિમ ધર્મ પ્રમાણે લગ્ન કર્યા હતા. ત્યાંથી યુવક દુધવા ખાતે યુવતીને પરત લાવ્યા હતો. આ સમયે યુવતીને ધમકી આપી હતી અને તેના માતા-પિતાને પણ મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી રિયાઝના લગ્ન થઈ ગયા છે તેમ છતાં તેણે આ યુવતી સાથે બીજા લગ્ન કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.