ભયાનક અકસ્માત / બસચાલકે 23 વર્ષની મહિલાને કચડી, પત્નીનું ઘટના સ્થળે મોત થતા પતિ તેને ખોળામાં લઈને કરગરતો રહ્યો : જુઓ અકસ્માતનો ભયંકર વિડિઓ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

રાજસ્થાનના બિકાનેરમાં જયપુર રોડ પર એક બસે સ્કૂટી પર સવાર દંપતીને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મહિલા જોધપુરના નૈણો કી ધાણી ગામની રહેવાસી હતી. પત્નીના મોત બાદ પતિ તેને ખોળામાં લઈને બૂમો પાડી રહ્યો હતો. પતિના ભારે વલોપાતને જોઈ લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જૈનનારાયણ વ્યાસ કોલોની પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહિલા બસની ઝપેટમાં આવી ગઈ હતી
પોલીસના જણાવ્યા મુજબ, યુવક ચંદારામ અને તેની પત્ની સુઆ દેવી સ્કૂટી પર સવાર થઈને શહેરની તરફ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન પાછળ આવી રહેલી એક બસે તેમને અડફેટે લીધાં હતાં. બસે ટક્કર મારતાં પતિ ચંદારામ સ્કૂટી પરથી દૂર પટકાયો હતો, પરંતુ તેની પત્ની સુઆદેવી બસની ઝપેટમાં આવી ગઈ હતી. કેટલાક લોકોની મદદથી તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવી હતી છતાં પણ તેનો જીવ બચાવી શકાયો નહોતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બસને કબજે કરી હતી. તપાસ પણ શરૂ કરી છે.

અકસ્માત બાદ પતિ પત્નીને ખોળામાં લઈને બૂમો પાડતો રહ્યો. કેટલાક લોકોની મદદથી તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો, છતાં તેને બચાવી શક્ય નહી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બસને કબજે લીધી હતી. તપાસ પણ શરૂ કરી છે. આ અકસ્માત જયપુર રોડ પર મહારાણી કિશોરી દેવી સ્કૂલ પાસે થયો હતો. મુખ્ય માર્ગ પર જ સીસીટીવી લાગેલા છે. જેમાં આખી ઘટના તેમાં કેદ થઈ ગઈ છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/02/67-1_1643789109/mp4/v360.mp4 )

આ અકસ્માત જયપુર રોડ પર મહારાણી કિશોરી દેવી સ્કૂલ પાસે થયો હતો. મુખ્ય માર્ગ પર જ સીસીટીવી લાગેલા હતા, અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. એના આધારે પોલીસ તપાસ કરી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.