ખાખીના વેશમાં દાદાગીરી / વડોદરામાં હેવાન પોલીસે દુકાનમાં ઘૂસીને જાહેરમાં બાળકને ઝૂડી નાખ્યો, આ મામલો પોલીસ કમિશ્નર સુધી પહોંચતા પોલીસકર્મીના ધોતિયા ઢીલા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરાના નંદેસરીમાં એક કિશોરને પોલીસકર્મી માર મારી રહ્યો હોય તેવો વીડિયો બહાર આવતા આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમજ તેની સામે કેસ દાખલ કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર છાણી પોલીસ સ્ટેશનની મોબાઇલ વાનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગટોરસિંહ પાવરા તથા મહિલા કર્મચારી વહીવટી કામગીરી માટે સરકારી વાહનમાં નંદેસરી પોલીસ સ્ટેશન આવ્યા હતા. જ્યાર બાદ તેઓ પરત છાણી પોલીસ સ્ટેશન જવા નીકળ્યા હતા.

રાત્રે નવ વાગ્યે તેઓ નંદેસરી બજારમાંથી પસાર થતાં હતા ત્યારે ખોડિયાર કરીયાણા સ્ટોર ખાતે 13 વર્ષના એક કિશોરે પોલીસની ગાડી આવતા કંઇક બોલતો બોલતો રોડ ક્રોસ કરતો હતો. જેથી પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પાવરા અચાનક ગાડીમાંથી ઉતરી કિશોરને લાફાવાળી કરી માર માર્યો હતો.

આ ઘટના નંદેસરી પોલીસ મથકની હદમાં બની છે. બાળક પર અત્યાચાર ગુજારનાર પોલીસ કર્મી વડોદા શહેરના છાણી પોલીસ મથકમાં ફરજ બજાવે છે. આ દરમિયાન પોલીસ કર્મી છાણી પોલીસ મથકની કેટલીક જરૂરી કામ માટે PCR વેન માં નંદેસરી પોલીસ મથકે આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

કિશોરને માર માર્યોની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં આ મામલે પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પાવરા સામે ફરિયાદ દાખલ કરી તપાસ બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બનાવ અંગે વડોદરાના A ડિવિઝનના ACP ડી.જે. ચાવડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, 2 એપ્રિલ રાત્રે પોણા નવ વાગ્યે આ ઘટના બની હતી. આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઘટના અંગે પોલીસ કમિશનરને પ્રાથમિક અહેવાલ સોંપવામાં આવ્યો છે. આ ઘટના અંગે અમને દુખ છે અને પોલીસ કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. પોલીસના અધિકારીઓ રાત્રે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કિશોરની મેડિકલ સારવાર કરાવી છે તેમજ પોલીસકર્મીને ફરજ મોકૂફ કર્યો છે.

ઘટના બાદ તુરંત જ શહેર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને શહેર પોલીસ તંત્રના એ ડિવિઝનના એસીપીએ આરોપી કોન્સ્ટેબલ શક્તિસિંહનું નિવેદન લીધું હતું. નિવેદનમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે, ‘કિશોર અપશબ્દો બોલતો હતો એટલે મેં તેને માર માર્યો હતો. જોકે પીસીઆર વાન ઝડપી ચાલતી હોય ત્યારે ચાલકને કેવી રીતે અપશબ્દો સંભળાયા? તે વાત પોલીસ અધિકારીઓ પણ સમજી શક્યા ન હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/03/09-vadodara-police-sagir-ne-maryo-cctv-rohit_1648980880/mp4/v360.mp4 )

પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ સામે ઇપીકો 323, 504 મુજબ ગુનો નોંધી તપાસ કરાઈ રહી છે. આરોપી સામે નોન-કોગ્નિઝેબલ કલમ હેઠળ ગુનો નોંધાયો છે, જેના કારણે અદાલતની મંજૂરીથી કોન્સ્ટેબલની અટક થશે એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

બનાવના સંબંધમાં નંદેસરી પીઆઈને તપાસ સોંપવામાં આવી છે. નંદેસરી પીઆઈ કરમુર હાલ છાણી પોલીસ મથકના પીઆઈનો પણ ચાર્જ ધરાવે છે. એટલે કોન્સ્ટેબલ સરકારી કામ માટે છાણીથી નંદેસરી ગયા હતા એમ જાણવા મળે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *