આર્યન ડ્રગ્સ કેસમાં સૌથી મોટો ખુલાસો / ’25 કરોડ આપો તો આર્યન ખાન છૂટી જશે’, નવા ખુલાસાથી NCB ઓફિસરો દોડતા થયા, જાણો કોનો હાથ છે આની પાછળ

ટોપ ન્યૂઝ બોલિવૂડ

બોલીવૂડના કિંગખાનનો દિકરો ડ્રગ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે અને તેની જ્યુડિશ્યલ કસ્ટડી 30 તારીખ સુધી લંબાવાઇ છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

  • આર્યન ખાનના કેસમાં મોટો ખુલાસો
  • NCB અધિકારીઓને લાંચની ઑફર?
  • શાહરૂખની ઍડને બોયકોટ કરોનું અભિયાન

આર્યન ખાન કેસમાં મોટો ખુલાસો : આર્યનના કેસમાં સૌથી પહેલા એક વ્યક્તિ સાથે તસવીર વાયરલ થઇ હતી. જેના માથામાં વાળ નહોતા અને લોકો તેને NCBનો અધિકારી સમજી રહ્યાં હતા. બાદમાં NCBએ સ્પષ્ટ કર્યું કે તે ટીમનો કોઇ વ્યક્તિ નથી. આ શખ્સનું નામ કેપી ગોસાવી છે. તેને લઇને મોટી વાત સામે આવી છે.

25 કરોડની લેવડદેવડ : પ્રભાકર સૈલ નામના વ્યક્તિએ કહ્યું છે કે, આર્યન ખાનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની લેવડ દેવડની વાત થઇ હતી.આ તે કેપી ગોસાવીનો બોડીગાર્ડ છે જેની તસવીર NCBની ઓફીસમાંથી આર્યન સાથે વાયરલ થઇ હતી. આ સિવાય પણ તેણે કેટલીક મહત્વની જાણકારીઓ આપી હતી. તેણે તે પણ કહ્યું હતું કે સમીર વાનખેડેને 8 કરોડ રૂપિયા આપવાની વાત થઇ હતી. ડ્રગ કેસમાં જ આજે સોમવારે અનન્યાની ફરીથી પૂછપરછ થવાની છે.

આર્યન ખાનને છોડવા માટે 25 કરોડની લાંચ મગાઈ હતી : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં થયેલા એક ચોંકાવનારા ખુલાસામાં આ કેસના એનસીબીના સાક્ષી પ્રભાકર સૈલેનો દાવો છે કે આર્યનખાનને છોડવા માટે 25 કરોડ માગવામાં આવ્યાં હતા.

પ્રભાકરને NCBથી ખતરો : પ્રભાકરે પોતાના હલફનામામાં કહ્યું છે કે, NCBથી તેના જીવને ખતરો છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાકરે પોલીસ સુરક્ષાની માગ કરી છે. જેને લઇને આ મુદ્દો સામે આવ્યો છે.

આર્યનખાનના ડ્રગ્સ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કિરણ ગોસાવીના બોડીગાર્ડ રહેલા પંચ પ્રભાકરે એક એફિડેવિટમાં જણાવ્યું કે ગોસાવીએ આર્યનખાનને છોડવા માટે 25 કરોડ રુપિયાની માગ કરી હતી. આ માગ ગોસાવીએ એનસીબી ચીફ સમીર વાનખેડે વતી કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે પંચ પ્રભાકર ક્રુઝ ડ્રગ્સ કેસમાં એનસીબીના સાક્ષી છે.

પૂજા દદલાણી સાથે થઈ હતી મુલાકાત : પ્રભાકરે જણાવ્યું કે મેં કિરણ ગોસાવી અને સેમના નામના એક શખ્સને એનસીબીની ઓફિસ પાસે મળતા જોયા હતા. તેણે દાવો કર્યો કે ગોસાવી અને સેમ લોઅર પરેલ ગયા હતા જ્યાં બ્લૂ કલર એક ગાડી આવી હતી અને તેમાં શાહરુખની મેનેજર પૂજા દદલાણી બેસીને ગઈ હતી.

વાનખેડે ને આપવાના હતા 8 કરોડ : પ્રભાકરે જણાવ્યું કે ગોસાવી અને સેમ વચ્ચે થયેલી વાતચીતમાં 25 કરોડની વાત આવતી હતી પરંતુ 18 કરોડમાં મામલો સેટલ કરવા તેઓ તૈયાર થયા હતા. કથિત રીતે ગોસાવીએ કહ્યું હતું કે આ 18 કરોડમાંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવામાં આવશે જ્યારે બાકીના પૈસા બીજા લોકોમાં વહેચી દેવામાં આવશે.

આર્યન ખાનની જામીન અરજી પર 26 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે. સેશન્સ કોર્ટ તથા સ્પેશિયલ NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ) કોર્ટે જામીન અરજી નકારી કાઢી છે. જો હાઇકોર્ટમાં આગામી ચાર દિવસમાં 29 ઓક્ટોબર સુધી કોઈ નિર્ણય નહીં લેવાય તો આર્યને 15 નવેમ્બર સુધી જેલમાં જ રહેવું પડશે.

આર્યનને કેસમાં આગળ કેટલી મુશ્કેલી પડે છે કે સરળતા રહે છે, તે અંગે દિવ્ય ભાસ્કરે કાયદાના નિષ્ણાતો સાથે વાત કરી હતી. સીનિયર એડવોકેટ ઉજ્જવલ નિકમ, બોમ્બે હાઇકોર્ટના સવિના બેદી સચર તથા સીનિયર એડવોકેટ આદિત્ય પ્રતાપે કોર્ટમાં ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ બની શકે છે, તે અંગે વિગતવાર એનાલિસિસ કર્યું છે.

હાઇકોર્ટમાં હાલમાં આ સ્થિતિ છે : 20 ઓક્ટોબરે NDPS કોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટો સુનાવણી માટે 26 ઓક્ટોબરની તારીખ આપી છે. આ અંગે ત્રણ પ્રકારની કન્ડિશન બની રહી છે.

કન્ડિશન 1: 26થી 29 ઓક્ટોબર સુધી હાઇકોર્ટમાં આર્યનની જામીન અરજી પર સુનાવણી કરે. 29 અથવા તે પહેલાં જામીન અરજી મંજૂર થાય. ત્યારે આર્યન 29થી 30 ઓક્ટોબર સુધીમાં ઘરે જઈ શકે છે.

કન્ડિશન 2: 26 ઓક્ટોબરે થનારી સુનાવણીમાં આર્યનના વકીલ જામીનની માગણી કરશે, પરંતુ NCB છેલ્લાં 3-4 દિવસમાં નવા પ્રકરણો તથા આર્યનની ચેટને આધારે જેલ કસ્ટડીની ડિમાન્ડ કરી શકે છે. સુનાવણી એક દિવસમાં થાય તેની શક્યતા ઓછી છે, કારણ કે દલીલો લાંબી ચાલી શકે છે. હાઇકોર્ટ 29 ઓક્ટોબર, શુક્રવાર સુધી ચાલુ છે. 30મીએ શનિવાર તથા 31મીએ રવિવાર છે. 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી દિવાળી વેકેશન છે. શનિવારે કોર્ટમાં કેસનું ફાઇલિંગ થાય છે. સુનાવણીની શક્યતા ઓછી છે. જોકે, જજ છેલ્લી ઘડીએ નક્કી કરે તો સ્પેશિયલ કોર્ટ સુનાવણી કરી શકે છે. જો જામીન રિજેક્ટ થાય તો આર્યનની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં કરવી પડી શકે છે.

કન્ડિશન 3: એક સંભાવના એ પણ છે કે NDPS કોર્ટની જેમ જ હાઇકોર્ટ જામીન અરજીનો ચુકાદો 15 નવેમ્બર સુધી અનામત રાખી શકે છે. જોકે, આવી શક્યતા બહુ ઓછી છે. આનું કારણ એ પણ છે કે દિવાળી બાદ જજોનું રોસ્ટર ચેન્જ થશે, પછી કોઈ નવા જજ બેંચ પર આવે અને ફરીથી તેમની સામે તમામ દલીલો મૂકવામાં આવે તે શક્યતા ઓછી છે. હાઇકોર્ટ જામીન મંજૂર કરે અથવા ફગાવે તેવી સંભાવના વધુ છે, કારણ કે કલમ 21 હેઠળ નિયમ છે કે જામીનના ચુકાદાને બહુ દિવસ સુધી અટકાવી શકાય નહીં. કોર્ટે જલ્દીથી ચુકાદો આપવાનો હોય છે.

સુપ્રીમ કોર્ટમાં સ્થિતિ શું હોઈ શકે છે? : હવે સુપ્રીમ કોર્ટ અંગે વાત કરી તો હાઇકોર્ટમાં આર્યનની જામીન અરજી ફગાવવામાં આવે તો આર્યનના વકીલ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે.

કન્ડિશન 1: સુપ્રીમ કોર્ટેનું કેલેન્ડર જોઈએ તો અહીંયા 1થી 7 નવેમ્બર સુધી રજા છે. વેકેશનમાં પણ આર્યનના કેસમાં હોલિ ડે કોર્ટ સુનાવણી કરે તેવા ચાન્સ છે. આર્યનના વકીલોએ ઘણી જ સમજદારીથી આ કામ કરવું પડશે અને હાઇકોર્ટમાંથી જામીન રિજેક્ટ થતાં જ ઓર્ડર કોપી મેળવીને સુપ્રીમમાં અરજી કરવી પડશે. જો સુપ્રીમ કોર્ટ આ કેસને અર્જન્ટ મેટર માને તો સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

કન્ડિશન 2: જો હાઇકોર્ટ 26 ઓક્ટોબરે જ જામીન અરજી રિજેક્ટ કરે છે તો તે જ દિવસે અથવા બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે. જો આમ થાય છે તો 26 ઓક્ટોબર સુધી આ કેસમાં સમય મળી શકે છે. ત્યાં સુધી એક સંભાવના રહે છે કે આર્યનને 29 ઓક્ટબરે જ સુપ્રીમ કોર્ટમાં જામીન મળી શકે છે.

કન્ડિશન 3: સુપ્રીમ કોર્ટ જો આ કેસને અર્જન્ટ કેસ કન્સિડર ગણતો નથી તો 8 નવેમ્બર પહેલાં આ કેસની સુનાવણી શક્ય નથી. 29 ઓક્ટોબરે પણ કેસ સુપ્રીમ કોર્ટમાં ફાઇલ થાય છે તો પણ 8 નવેમ્બરે સુનવાણી થાય તેવી સંભાવના ઓછી છે. કોર્ટ 9 કે 10 નવેમ્બર પછી તારીખ આપી શકે છે.

વ્હોટ્સએપ ચેટ પુરાવા તરીકે મહત્ત્વની છે? : આર્યન વિરુદ્ધ વ્હોટ્સએપ ચેટને NCB કોર્ટમાં સેકન્ડરી એવિડન્સ તરીકે યુઝ કરી શકે છે. ટ્રાયલમાં NCBએ એ સાબિત કરવું પડશે કે તેણે કેમ પુરાવા તરીકે ચેટનો ઉપયોગ કર્યો? હાલમાં કેસ જામીનના સ્ટેજ પર છે. NCB ચાર્જશીટ ફાઇલ કરશે ત્યારે ટ્રાયલ થશે. કેટલાંક કેસમાં કોર્ટ વ્હોટ્સએપ ચેટ્સને સેકેન્ડરી એવિડન્સ તરીકે સ્વીકારે છે, પરંતુ પ્રાઇમરી એવિડન્સ તરીકે સ્વીકારે તેવી શક્યતા ઓછી છે, કારણ કે સો.મીડિયા ચેટ્સમાં એવિડેન્સિયલ વેલ્યુ એટલી માનવામાં આવતી નથી, કે તેના આધારે આરોપીને ગુનેગાર ઠેરવી શકાય.

આર્યનને જો 26થી 29 ઓક્ટોબરની વચ્ચે હાઇકોર્ટમાંથી જામીન મળતા નથી તો તેણે 10થી 15 નવેમ્બર સુધી જેલમાં રહેવું પડશે.

શાહરૂખની ઍડ પર ભડક્યા લોકો : શાહરૂખ ખાન આ જાહેરરાતથી નેટીઝન્સનું દિલ જીતી રહ્યો છે. માત્ર કેડબરીની જાહેરાત જ નહીં, પણ આ દિવાળી પર શાહરૂખ પણ સ્થાનિક દુકાનોમાંથી વસ્તુઓ ખરીદવા માટે અપીલ કરી રહ્યો છે. આ નાના વ્યવસાયો માટે ખરીદદારોને આકર્ષવા માટે આ જાહેરાત બનાવવામાં આવી છે. આ જાહેરાત દ્વારા કોઈપણ કરિયાણાની દુકાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી શાહરૂખ ખાનના અવાજ અને દેખાવનો ઉપયોગ કરીને તેની પ્રોડક્ટ વેચી શકે છે.

શાહરૂખ ખાનની આ જાહેરાતે તેના ચાહકોને આવા સમયે ઉજવણી કરવાનું કારણ આપ્યું છે. સોશિયલ મીડિયા પર વોકલ ફોર લોકલની આ એડ ખૂબ જ વાયરલ થઈ રહી છે, લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે અને ખૂબ જ શેર પણ કરી રહ્યાં છે. અભિનેત્રી હુમા કુરેશીએ તેને શેર કરીને લખ્યું, ‘કેટલી સુંદર જાહેરાત. દિવાળી દરેક માટે મીઠી હોવી જોઈએ. તમારી નજીકના નાના અને સ્થાનિક વ્યવસાયને ટેકો આપો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.