સોખડા મંદિરમાં વિવાદ વકર્યો / પ્રબોધ સ્વામી જૂથના 250 સંતોએ લીધો આ મહત્વનો નિર્ણય, જુઓ મેનેજમેન્ટની આ નોટિસથી પ્રેમસ્વામીના જૂથના પણ ધોતિયા ઢીલા

ટોપ ન્યૂઝ ગુજરાત

હરિધામ સોખડા મંદિરની ગાદીનો વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય તે રીતે મંગળવારે મંદિર સંકુલમાં વિવિધ જગ્યાએ જે સંતો, સાધકો અને સાધ્વીબહેનો હરિધામ સોખડા છોડી જવા માંગતા હોય તેમણે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે તેવી નોટીસો લગાવવામાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેની પાછળનું કારણ એ છે કે પ્રબોધ સ્વામી જૂથ દ્વારા હવે હરીધામ છોડવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે.

ત્યારે હરીધામમાં નિવાસ કરતાં 200થી 250 જેટલા સંતો-સાધકો કામરેજ ભરથાણ ખાતે આવેલી આત્મીય સ્કૂલ ખાતે તા.21મીએ જવા રવાના થશે. પ્રાપ્ત વિગતો અનુસાર આત્મીય સ્કૂલમાં પ્રબોધ સ્વામી જૂથના 5 સભ્યો ટ્રસ્ટી છે. જયારે એક સભ્ય પ્રમેસ્વરૂપ સ્વામી જૂથના છે. આત્મીય સ્કૂલ પાસે જ રહેતા હરિભકતોના ઘરે સંતો અને સાધકો રહેશે તેવું પ્રબોધ સ્વામી જૂથના સૂત્રોએ જણાવ્યું હતું.

મંદિરનો વહીવટ અને સત્તા મેળવવાની લ્હાયમાં સોખડામાં જાણે ધર્મ ભૂલાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મંદિરમાં હરીભક્તો દર્શન માટે પહેલાની માફક જઇ શકતા નથી. જે લોકો મંદિરમાં આવે છે તે તમામને શંકાની દ્રષ્ટીએ જ જોવામાં આવી રહ્યાં છે. તમામ સંતો, સાધકો, સાધ્વીબહેનો અને સેવકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

દરમિયાનમાં મંદિર સંકુલમાં વિવિધ જગ્યાએ જાહેર નોટીસ લગાવવામાં આવી છે, જેમાં સત્તાધારી જુથે લગાવેલી આ નોટીસમાં જે સંતો, સાધકો, સાધ્વીબહેનો અને સેવકો મંદિર છોડવા માગે છે તેમણે નર્ધારીત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા સુધી હરીધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળશે નહી તેવી નોટીસ લગાવવામાં આવતાં આ નોટીસે ભારે ચકચાર જગાવી છે.

નોટીસ લગાવવામાં આવ્યાં બાદ મંદિર સંકુલમાં બાઉન્સરોની સંખ્યા વધારી દેવામાં આવતાં સંતો તેમજ સાધકોની હાલત કફોડી બની છે.તેમજ મંદિરમાંથી થતી તમામ હીલચાલ પર ખાસ નજર રખાઇ રહી છે.વહીવટમાં વર્ચસ્વ માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે શરૂ થયેલી ખેંચતાણ બાદ શક્તિ પ્રદર્શન પણ થયા હતા. બન્ને પક્ષ વચ્ચે સમાધાનના થયેલા તમામ પ્રયાસો સફળ થઇ શક્યા નથી. પ્રબોધસ્વામી જુથ હજી સમાધાન થાય અને બન્ને પક્ષ સાથે વહીવટ ચલાવે તેમ ઇચ્છે છે પરંતુ તેમાં સફળતા મળી રહી ન હોવાનું પ્રબોધસ્વામી જુથ દ્વારા જણાવાઇ રહ્યું છે.

​​​​​​​હરિધામમાં એક જ ગેટ ખુલ્લો રખાયો છે. બહાર જવાઅ માટે મંજૂરી લેવા પડે છે. વિરોધી જૂથના સંતોની હાલત નજરકેદમાં રખાયા હોય તેવી હોવાનું આધારભૂત સૂત્રો કહી રહ્યા છે. દરમિયાન મંગળવારે એક મહિલા સાધ્વીની તબિયત બગડતા તેણે હોસ્પિટલમાં જવા માટે મંજૂરી માગી હતી.

મંજૂરી મળે તે માટે મહિલા સાધ્વી એક કલાક સુધી બેસી રહ્યાં હતા પરંતુ તેમની તબિયત સારી ન હોવા છતાં સારવાર માટે બહાર જવાની પરવાનગી આપવામાં ન આવતાં તે પરત ફર્યા હતા.

પ્રબોધ સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી, ભક્તપ્રિય સ્વામી, સોહાર્દય સ્વામી, મૈત્રી સ્વામી, સર્વમંગલ સ્વામી, બ્રહ્મ વિહાર સ્વામી, હરી પ્રિય સ્વામી, તમામ વડીલ સંતો​​​​​​​

નોંધનીય છે કે, હરિધામ-સોખડાને તીર્થક્ષેત્ર બનાવનાર હરિપ્રસાદ સ્વામીના બહ્મલીન થયા બાદ માત્ર 9 મહિનાના સમયગાળામાં હવે વિમુખના વિમુખનો ખેલ રચાશે. હરિધામ-સોખડાના પરમાધ્યક્ષ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના હસ્તે સૌ પ્રથમ દીક્ષા લેનાર પ્રબોધ સ્વામી આગામી તા.21 કે તે પછી સંતો, સત્સંગીઓ, સહિષ્ણુઓેના જુથ સાથે પહેરેલ કપડે નિકળી સુરતના કોડી ભરથાણા મંદિરે પહોંચશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.