સુરતમાં કોરોના થયો ભુરાયો / જુઓ 29 જેટલા આખે આખા પરિવાર કોરોનાની ઝપેટમાં લેતા મચ્યો હાહાકાર, જુઓ તંત્રની બેદરકારી

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં કોરોનાના વધતા કેસ (corona case) ના આંકડાએ કહેર મચાવ્યો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે સુરતવાસીઓ માટે મોટી ચેતવણી (corona alert) સામે આવી છે. આગામી દિવસોમાં સુરતમાં કોરોનાના કેસમાં 33% સુધી વધારો થઈ શકે છે. સુરત (Surat) મ્યુનિસિપલ કમિશ્નરે આ મામલે લોકોને સાવચેત કર્યા છે. જોકે, સ્થિતિને પહોંચી વળવા પાલિકાએ તૈયારીઓ કરી લીધી છે.

સુરતમાં 11 દિવસમાં 29 પરિવાર કોરોનાની ઝપેટમાં
સુરત પાલિકા દ્વારા કોરોનાની ત્રીજી લહેર (third wave) ને પહોંચી વળવા માટે 1082 વેન્ટિલેટર બેડ, 5298 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. સરકારી-ખાનગી હોસ્પિટલોમાં 7,890 બેડ ઊભા કરાયા છે. બીજી તરફ, કોરોના (corona case) એ આખેઆખા પરિવારને જ ઝપેટમાં લીધા છે. સુરતમાં 11 દિવસમાં 29 પરિવારો કોરોનાગ્રસ્ત થયા છે.

માસુમ બાળકો પણ કોરોનાની ઝપેટમાં
સુરતમાં વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપેટમાં આવવાનો સિલસિલો યથાવત છે. શહેરની અનેક સ્કૂલ અને કોલેજમાં કોરોના વકર્યો છે. ત્યારે આજે ગુરુવારના અપડેટ અનુસાર, સુરતમાં વધુ 78 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે. શાળાઓમાં અને કોલેજમાં કુલ 1012 જેટલા કેસ થયા છે. સુરતની અનેક યુનિવર્સિટી, પીટી સાયન્સ કોલેજ સહિત સ્કૂલમાં કોરોના ફેલાયો છે. કોરોના વરકતાં સ્કૂલો અને કોલેજ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે.

સૌથી વધુ બાળકો થઇ રહ્યા છે સંક્રમિત:
સુરત શહેરમાં 1થી 18 વર્ષના વયજૂથમાં સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા 8 દિવસમાં શહેરમાં 1થી 18 વર્ષના 904 બાળકો સંક્રમિત થતા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. શરૂઆતમાં શાળાઓમાં કેસ આવી રહ્યા હતા. જેના કારણે ધોરણ 1થી 9ના વિધાર્થીઓની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. જોકે, ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓમાં હવે ધીમે ધીમે સંક્રમણ પ્રસરી રહ્યું એવું લાગી રહ્યું છે.

સુરત શહેરમાં 15થી 18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં 1.94 લાખ બાળકોને વેક્સિન મુકવા માટે ધ્યાને લેવામાં આવ્યા હતા. પહેલા એક અઠવાડિયામાં ખૂબ જ ઝડપથી વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે રસીનો જથ્થો ખૂટવાની સાથે સાથે રજાઓના કારણે રસીકરણની ગતિ ધીમી પડી જવા પામી છે. એક તરફ વિદ્યાર્થીઓ કોરોનાના ભરડામાં આવી રહ્યાં છે ત્યારે ધીમા રસીકરણને લઈને વાલીઓમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાં નોંધાયેલા કેસોની યાદી:
ગઈ કાલે સુરત શહેરમાં નવા 1988 અને જિલ્લામાં 136 કેસ સામે આવ્યા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,56,580 પહોંચી ગઈ છે. આ સાથે એક કોરોના દર્દીનું મોત થયું હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2121 થઇ ગયો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 10 હજારને પાર થઇ જવા પામી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.