હત્યા ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. લોકોમાં જાણે કાનુનનો ડર જ ન રહ્યો હોય તેમ સરેઆમ હત્યા થતી હોય છે. ત્યારે હાલ દિલ્હીમાંથી આવા જ એક સમાચાર મળી આવ્યા છે. જેમાં દિલ્હીના બદરપુર વિસ્તાર માં 25 વર્ષીય યુવકની કેટલાક લોકોએ છરી મારીને હત્યા કરી નાખી હતી. ( હત્યાનો LIVE વિડિઓ નીચે આપેલો છે )
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેને લઈને હાલ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, 20 ડિસેમ્બરના રોજ રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ તાજપુર પહાડીના બાલ્મિકી વિસ્તારમાં મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો.
જેના કારણે અંગત અદાવતમાં 3 લોકોએ છરી વડે યુવક પર હુમલો કરતા યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જેના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, પાછળથી ત્રણ વ્યક્તિઓ એક યુવક પર છરી વડે હુમલો કરે છે. ત્યારબાદ બે આરોપીઓએ યુવક પર છરી વડે ઉપરાછાપરી ઘા માર્યા હતો. (વિડિઓ નીચે આપેલો છે )
આ ઘટના સમયે ત્યાં હાજર લોકો યુવકને બચાવવાને બદલે પોતાના ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં ઘાયલ યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રમતા રમતા બાળક કૂવામાં પડી ગયું, તાત્કાલિક ઘરનાં લોકોને જાણ થતાં પરિજનોએ એક દોરડું નાખી બાળકને બચાવ્યો….#national #મધ્યપ્રદેશ #બાળક #viral #video #news #trishulnews pic.twitter.com/k0eGDCXp32
— Trishul News (@TrishulNews) December 23, 2022
જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં ત્રણ લોકો સામેલ હતા. બે આરોપી વિકી અને કોહિનૂરની ઓળખ થઈ ગઈ છે. એક આરોપી ફરાર છે. તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ પોલીસ ફરાર આરોપીને શોધી રહી છે. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો