સટ્ટોડીયા આવ્યા બહાર / રાજકોટમાં IPLની મેચ પર સટ્ટો રમતા 3 યુવકોને પોલીસે દબોચી લીધા, જુઓ મેચ પેહલા જ બુકીઓ સાથે એવું સેટિંગ કરતા કે જાણીને તમને ચક્કર આવી જશે

સ્પોર્ટ્સ રાજકોટ

હાલમાં જ IPLની શરૂઆત થઇ ગય છે ત્યારે સટ્ટોડિયાઓ પણ એક્ટિવ થાય છે. આ સટામાં પાણીની જેમ પૈસા વેડફાતા હોય છે. છતાં પણ આજકાલનું યુવાધન આ બાબતોને સમજી રહ્યું નથી અને અન્ય લોકોના કહેવાને કારણે સટ્ટો રમવા લાગે છે..

પરંતુ રાજકોટ પોલીસ પાછળના ઘણા વર્ષોમાં સટ્ટો રમનાર લોકોને તાત્કાલિક ધોરણે પકડી પાડતા હોય છે. એમાં પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થતાની સાથે સટોડિયાઓ મેદાનમાં આવતા હોય છે. પરંતુ પોલીસને બાતમી મળતાની સાથે જ તેઓ તાત્કાલિક ધોરણે આવા સટોડિયાઓને દબોચી લે છે.

જેથી કરીને અન્ય કોઈ યુવકો આ સટોડિયાની જાળમાં ફસાઈને સટો રમવાનું શરૂ કરી દે નહીં. અને યુવાધનની દિશા ભટકે નહીં. એવીજ રીતે રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે આઇપીએલના સિઝનની શરૂઆત થતાની સાથે રાજકોટ જિલ્લામાં ત્રણ યુવકો સાથે બુકી પણ સટ્ટો રમી રહ્યા છે..

આ વાતની મળતાની સાથે જ પોલીસે આ ત્રણેય લોકોના ફોટાઓ ગ્રુપમાં ફરતા કરી દીધા હતા. જેથી કરીને કોઈ લોકો આ લોકોને પકડવા માટે મદદ કરી શકે. આ સટોડીયાઓમાં કરણ નામનો બુકિં સામેલ હતો. કરણ પોતે રાજકોટ શહેરમાં જાગનાથ પ્લોટ માં ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે નું કામ કરે છે.

પરંતુ તેનું મૂળ કામ બુકી તરીકે નું હતું. તેની સાથે-સાથે પ્રકાશભાઈ દોશી કે જેવો મકાનની લે વેચ કરવાનું કામ કરે છે. તેઓ સટ્ટો રમતા હતા અને તેની સાથે યશરાજ ભાઈ ભગદેની પણ ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે આ બંને યુવકોને પકડી પાડીને તેમની પાસેથી કુલ 500 રૂપિયા રોકડાની સાથે સાથે તેઓની પાસે રહેલા 5 મોબાઈલ ફોનો કે જેની કિંમત 2,45,000 છે..

આ તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. આ સાથે સાથે તેઓની ઉપર જુગારધારાની ઘણી બધી કલમો લગાવીને ગુનો નોંધ્યો છે. અને તેઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવકો બુકીની સાથે રહીને મોબાઈલ ની આઈડી પરથી સટ્ટો રમી રહ્યા હતા. કરણ નામનો બુકિ યશરાજ તેમજ વિશાલ નામના યુવકોને સટ્ટો રમાડતો હતો..

આ બાબતને લઈને પોલીસે પ્રેસનોટ પણ જાહેર કરી હતી. આગળ પણ આઈપીએલની મેચો પર સટ્ટો રમવા સામેલ ઘણાખરા લોકોની પોલીસે ધરપકડ કરી હતી. ગયા વર્ષે તો સટ્ટો રમવામાં શહેરના મોટા મોટા બિઝનેસમેનના દીકરાઓ પણ સામેલ હતા. સાથે સાથે મોટા મોટા સેલીબ્રીટીઓ પણ સટ્ટો રમવામાં સામેલ હોવાની જાણકારી મળી છે. આ બાબતોમાં રાજકીય નેતાના મેળાવડાઓ હોવાની બાતમી મળી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.