અરે બાપરે / બે અલગ-અલગ ભયંકર અકસ્માતમાં 32 લોકોના મોત, જુઓ વીડિયોમાં કેવી રીતે એક ટ્રકે 16 લોકોને જીવતા કચડી નાખ્યા : જુઓ અકસ્માતનો વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવટતી રહે છે. ત્યારે એક મોટા સમાચાર તુર્કીથી સામે આવી રહ્યા છે જ્યાં બે ભયાનક રોડ અકસ્માત થયા છે. આ અકસ્માતોમાં 32 લોકોના મોત(32 people died) થયા છે જ્યારે 52થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પહેલો અકસ્માત ગાઝિયાંટેપમાં થયો હતો.

જ્યાં મુસાફરોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો, જેમાં 16 લોકોના મોત થયા હતા. તે જ સમયે, બીજો અકસ્માત મર્દિન શહેરમાં થયો હતો જ્યાં એક બેકાબૂ ટ્રકે લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 16 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રકની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હતો. ( અકસ્માતનો ભયંકર વિડિઓ નીચે આપેલો છે )

દક્ષિણપૂર્વીય પ્રાંત ગાઝિયાંટેપના પ્રાદેશિક ગવર્નર દાવુત ગુલે જણાવ્યું હતું કે, અકસ્માતને કારણે બસમાં રહેલ ઇમરજન્સી કામદારો અને પત્રકારો સહિત 16 લોકોના મોત થયા હતા. અન્ય 20 લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ અને અન્ય સહાયકો અકસ્માત સ્થળે મદદ કરી રહ્યા હતા, ત્યારે બીજી બસ 200 મીટર પાછળ અથડાઈ હતી અને તેણે મદદ કરતી ટીમ અને ઘાયલ લોકોને અડફેટે લીધા હતા.

તે જ સમયે, માર્દિનથી 250 કિમી (150 માઇલ) દૂર એક ટ્રકે લોકોની ભીડને કચડી નાખી, જેમાં 16 લોકોના મોત થયા. બંને અકસ્માતોને સંબધિત લઈને હજુ કોઈ માહિતી મળી નથી. તુર્કીના આરોગ્ય પ્રધાન ફહરેટિન કોકાએ જણાવ્યું હતું કે, બીજા અકસ્માતમાં 29 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી આઠની હાલત ગંભીર છે.

તુર્કીની ન્યૂઝ એજન્સીના તસવીરોમાં અકસ્માતમાં એમ્બ્યુલન્સનો પાછળના ભાગના ભુક્કા બોલી ગયા છે. ઉલ્લેખનીય છે કે, બંને અકસ્માતમાં કુલ 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જયારે 50 કરતા વધુ લોકો ઘાયલ થયા છે અને તેને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત કેટલો ગંભીર હતો તે વિડીયો પરથી અંદાજો લગાવી શકાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.