અમદાવાદમાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિ / અમદાવાદમાં એક જ પરિવારના 4 લોકોની સામુહિક હત્યા કરી હત્યારો છુમંતર થયો, જુઓ કેવી રીતે તડપી તડપીને થયા કરુણ મોત

અમદાવાદ

ઓઢવ વિસ્તારમાં 4 લોકોની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. દિવ્ય પ્રભા મકાન નંબર 30 નો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાનો મૃતદેહ મળ્યો હતો. ચાર દિવસ અગાઉ આ પરિવારની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘરના ચાર અલગ અલગ રૂમમાંથી મૃતદેહો મળી આવ્યા છે.

આજે ઘરની બહાર ખુબ જ દુર્ગંધ મારતા પાડોશીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે દરવાજો ખોલતા જ આભી બની ગઇ હતી. ઘરના ચાર રૂમમાં ચાર લોકોનાં મૃતદેહ પડ્યા હતા. જ્યારે ઘરનો મોભી ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસ પ્રાથમિક તપાસમાં તો હત્યા ઘર કંકાસમાં થઇ હોવાનું માની રહી છે.

જો કે ઓઢવ વિસ્તારમાં સામુહિક હત્યાકાંડથી ખળભળાટ મચી ગયો છે. પરિવારના સભ્યોને હથિયારના તિક્ષ્ણ ઘા મારીને હત્યા કરવામાં આવી છે. જો કે હથિયારના ઘા માર્યા બાદ બેભાનાવસ્થામાં જ તેમને છોડીને હત્યારો ફરાર થઇ ગયો હોવાનું અનુમાન છે. બેભાનાવસ્થામાં જ તમામ લોકો મોતને ભેટ્યા હોઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરિવાર 15 દિવસ પહેલા જ નિકોલથી ઓઢવ ખાતે રહેવા માટે આવ્યા હતા. 4 દિવસ પહેલા હત્યા થઇ ગઇ હતી. ચારેય મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા છે. ઉપરાંત ચારેયના મૃતદેહ પર હથિયારના ઘા ના નિશાન મળ્યા. પોલીસે વિનોદ નામના ઇસમની શોધખોળ શરૂ કરી રહી છે.

થોડા દિવસો અગાઉ વિનોદને પોતાની સાસુ સાથે ઝગડો થયો હતો. આ ઝગડામાં પણ વિનોદે પોતાના સાસુને છરી મારી દીધી હતી. જો કે સાસુએ પોતે નીચે પડી ગયા હોવાનું કહીને સારવાર લીધી હતી. સાસુએ સમયે સારવાર સમયે પોતે પડી ગયા હોવાનું કહી લીધી હતી સારવાર લીધી કોઈ ફરિયાદ નોંધાઇ નહોતી.

શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવના વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં સામુહિક હત્યાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ સૂત્રોએ ચાર સભ્યોને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારાયા હોવાની શક્યતા વ્યક્ત કરી છે. પહેલા તીક્ષ્ણ હથિયાર ઝીંકાયા બાદ હતભાગી બેભાન થયા હશે અને એ જ સ્થિતિમાં તેમની હત્યા થઈ હોવાની શક્યતા છે. હત્યા બાદ શંકાસ્પદ વિનોદ મરાઠી નાસી છૂટ્યો છે. તો સોનલબેનના દાદી સુભદ્રાબેન થોડા દિવસ પહેલા અહીંયા રહેવા આવ્યા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.