મહિલા મહિલા વચ્ચે ધબાધબી / શેરીમાં રેહતી 4 મહિલા અન્ય મહિલા પર તૂટી પડી, જુઓ ઢીકે ને પાટે મારી મારીને ધોઈ નાખી, કારણ જાણીને ચક્કર ખાઈ જશો

સુરત

એક સોસાયટીમાં રહેતા સૌ કોઈ લોકો હળીમળીને રહેતા હોય છે. પરંતુ પાડોશી પાડોશી વચ્ચે અમુક વખત નાની નાની બાબતોને લઈને સંબંધો બગડી જતા હોય છે. થોડા દિવસ પહેલા પણ એક એવી ઘટના સામે આવી હતી કે, બાજુ બાજુમાં રહેતા બંને પરિવારો એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા..

તે મારા વાડામાં કચરો શા માટે સળગાવ્યો.. બસ આટલી જ વાતને લઈને બંને પરિવારો એકબીજા પર લાકડા અને ધારિયાના ઘા મારીને ઝગડવા લાગ્યા હતા. અને હાલ ઓલપાડ તાલુકાના બરબોધન ગામમાં ચાર મહિલાઓએ અન્ય એક મહિલા ઉપર મારામારી બોલાવી દેતાં અરેરાટી મચી ગઇ છે. બરબોધન ગામના બાપુ ફળિયામાં ગોહિલ પરિવાર રહે છે. દિનેશ પારસીંગભાઈ ગોહિલ કે જેઓ ડ્રાઇવિંગ નું કામકાજ કરે છે. જ્યારે તેમની પત્ની શોભનાબેન ગોહિલ જે ઘરકામ કરે છે.

એક દિવસ સવારમાં 10:00 આસપાસ શોભનાબેન પોતાના ઘરેથી નીકળીને દુકાન પર વસ્તુઓ લેવા માટે જઈ રહ્યા હતા. એ સમય દરમ્યાન બાપુ ફળિયામાં રહેતી અન્ય ચાર મહિલાઓ તેને કહેવા લાગી હતી કે તો અમારી સામે શા માટે જુએ છે..? અને અમારી સામે જોવાનો કોઈ હક નથી. એમ કહીને અને ચાર મહિલાઓ શોભનાબેન ઉપર તૂટી પડી હતી. ઢીકા અને મુક્કા મારીને ખૂબ જ માર માર્યો હતો.

ચાર મહિલાઓ આ એક મહિલા ઉપર એવી રીતે તૂટી પડી હતી કે જાણે ચારે મહિલાઓનું બધું જ ધન શોભના બહેને લુંટી લીધુ હોય. આ સાથે સાથે આ ચાર મહિલાઓ કે જેમાં નાઝીયા અસદ આડીયા અને આસીમા સમદ લોખાતેની સાથે સાથે આશીફા ઉવેશ આડીયા તથા શાહીન ઝહીર શાહનો પણ સમાવેશ હતો.

આ ચાર મહિલાઓ તેના ઘર સામે ઉભી રહીને આ મહિલાને ખૂબ જ ગંદી ગંદી ગાળો બોલી હતી. આ મહિલાઓ શોભનાબેનને ગંભીર ઘા મારી રહી હતી એટલા માટે તેઓ જેમ તેમ કરીને ત્યાંથી ભાગી નીકળ્યા હતા. અને નજીકમાં જ તેમની નણંદ રેખાબેન સોલંકીના ઘરે જઈને સંતાઈ ગયા હતા.

જેથી તેમનો જીવ બચી ગયો છે. પરંતુ આરોપી મહિલાઓ જોર જોરથી ગંદી ગંદી ગાળો બોલવાનું ચાલુ રાખી હતી. એટલા માટે શોભનાબેન ડરી ગયા હતા. આ ચારેય મહિલાઓ શોભનાબેનના નણંદ રેખાબેનના ઘર સુધી દોડી આવ્યા હતા. અને જ્યાં પણ તેઓએ હંગામો મચાવી દીધો હતો.

શોભના બેનને આ બાબતની જાણ તેમના પતિ દિનેશભાઈને કરતાની સાથે દિનેશભાઈ ઓલપાડ પોલીસ મથકમાં ચારે ચાર મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ પોલીસે આધારે મહિલાઓ સામે મારપીટ તેમજ ગેરવર્તન કરવાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.