આ દરબાર યુવક 5 કિલોની વજનદાર સાંકળ બાંધીને 400 કિલોમીટર ઊંધા પગે ચાલીને પહોંચ્યો માતાજીના મઢે, જાણો છેલ્લા 11 વર્ષથી હતી આ અનોખી માતા

ધર્મ

આપણા દેશમાં દેવી-દેવતાઓ ના અનેક મંદિરો આવેલા છે જેમાં દરેક મંદિર પોતાના ચમત્કારથી ખૂબ જ જાણીતા થયા છે. જેમાં ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાથી લોકો પગપાળા ઘણા તીર્થ ક્ષેત્રમાં જતા જોવા મળે છે પરંતુ તાજેતરમાં એક અનોખી શ્રદ્ધા જોવા મળી છે..

જેમાં એક વ્યક્તિ ગળામાં પાંચ કિલો લોખંડની સાંકળ પહેરીને આશાપુરા માતાના મઢે અવળા પગે ચાલતા જોવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની માહિતી મેળવતા જામનગર થી માતાના મઢ સુધી 400 કિલોમીટરનું અંતર કાપનાર આ યુવકનું નામ દિવ્યરાજ સિંહ જાડેજા છે.

જેવો પોતાના જણાવ્યા મુજબ છેલ્લા 11 વર્ષથી માતાના મઢે ચાલતા જાય છે અને છેલ્લા બે વર્ષથી આવી રીતે ઉંધા પગે ચાલતા ગળામાં પાંચ કિલો સાંકળ પહેરીને માતાના મઢે દર્શનાર્થે જાય છે. માતાજીના મઢે દર્શનાથે તેઓની સાથે ચાલતા લોકો જણાવ્યા મુજબ એમને કોઈ પણ જાતની કંઈ તકલીફ થતી નથી અને તેઓ પગે માલિશ પણ કરાવતા નથી.

તે સામાન્ય ચાલતા લોકો કરતા બમણી ઝડપે ચાલે છે અને જોગવડ થી માતાનામઢ સુધી 420 કિલોમીટર જોગેશ્વર ગ્રુપ દ્વારા આ પગપાળા સંઘનું આયોજન કરે છે આ જોગેશ્વર ગ્રુપ વર્ષોથી ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલું છે જે પોતાના વિસ્તારમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે.

એવું જાણવા મળ્યું છે કે દિવ્યરાજ સિંહ જાડેજા ની ધાર્મિક આસ્થા જોઈને ઘણા બધા લોકો એમને રસ્તામાં જય માતાજીના નારા સાથે પોકારી રહ્યા હતા ત્યારે રસ્તા પર જાણે ધાર્મિક વાતાવરણ ઊભું થઈ ગયું હતું. ધર્મ એટલે આસ્થા અને આસ્થા એટલે વિશ્વાસ જ્યાં વિશ્વાસ છે ત્યાં ધર્મ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *