આલે લે તારે…ભારે કરી / અમેરિકામાં વિમાન હાઇજેક કરીને 5 કલાક સુધી આકાશમાં ઉડતો રહ્યો, પછી પોલીસને આપી એવી ધમકી કે જાણીને તમે ચોંકી જશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

અમેરિકામાં પ્લેન હાઈજેકની ઘટના અને ધમકી બાદ ભારે હંગામો મચ્યો હતો. તરત અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાંથી રહેવાસીઓને ત્યાંથી નીકાળવાનું શરૂ કરી દીધું હતું. તમામ નાગરીકોને આગામી સૂચના સુધી તે વિસ્તારથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું. ( વિડિઓ નીચે આપેલો છે )

જોકે, અધિકારીઓના ઘણા પ્રયાસ કર્યા બાદ પાયલટે વિમાન નીચે ઉતાર્યું હતું. જે બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસ પાયલટની પુછપરછ કરી રહી છે.

અમેરિકાના મિસિસિપી રાજ્યમાં તે સમયે હડકંપ મચ્યો જ્યારે એક વિમાનના પાયલટે વિમાનને દૂર્ધટનાગ્રસ્ત કરવાની ધમકી આપી છે. પાયલટે 9 સીટર વિમાનને હાઈજેક કરી ટુપેલા હવાઈ અડ્ડાથી ઉડાન ભરી. ત્યારબાદ એક કલાક સુધી શહેર ઉપર ઉડાવતો રહ્યો. ( વિડિઓ નીચે આપેલો છે )

પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસ અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. પોલીસે ઘણી દુકાનો ખાલી કરાવી છે. ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે પાંચ વાગ્યાની છે. ધમકી આપનારે કહ્યું કે, તે પ્લેનને વોલમાર્ટ સાથે અથડાવી ક્રેશ કરી દેશે.

તરત જ અધિકારીઓએ વિસ્તારમાંથી રહેવાસીઓને ત્યાંથી નીકાળવાનું શરૂ કરી દીધું છે. તમામ નાગરીકોને આગામી સૂચના સુધી તે વિસ્તારથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. ટુપેલો પોલીસે કહ્યું કે, તે પાયલટના સંપર્કમાં છે જેણે વિમાનને દુર્ઘટનાગ્રસ્ત કરવાની ધમકી આપી છે. ( વિડિઓ નીચે આપેલો છે )

ડેઈલી મેઈલે ગવર્નર ટેટ રીવ્સના અહેવાલથી કહ્યું કે, રાજ્યના કાયદા અમલીકરણ અને ઇમરજન્સી મેનેજર આ સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. તમામ નાગરીકોને ટુપેલો પોલીસ વિભાગે અપડેટ પ્રતિ સતર્ક અને જાગૃત રહેવા કહ્યું છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પાયલટની આ અજીબોગરીબ હરકતના કારણે લોકો પરેશાન છે. સૌ કોઈ જાણવા માંગે છે કે આખરે આવું શું કામ કરવામાં આવ્યું છે. હજુ સુધી આ વાતને લઇને કોઈ જવાબદાર અધિકારીઓ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. પોલીસ સતત નજર રાખી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.