ગણપતિ દાદાને ખુશ કરવાના 5 આસાન ઉપાય, અત્યારે જ ફોટાને સ્પર્શ કરો અને ગણપતિ દાદાના આશીર્વાદ મેળવો

ધર્મ

હિન્દૂ પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રી ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. તેથી જ આ દિવસને ગણેશ ચતુર્થી ના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દૂ પંચાંગ મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટ 2022 ના રોજ આવી રહી છે.

બીજી તરફ આ દિવસે બુધવાર હોવાથી આ દિવસ વધુ શુભ માનવામાં આવે છે. દર વર્ષે આ તહેવાર બહુ જ ધૂમધામ થી ઉજવવામાં આવે છે અને ભક્તોની મોટી ભીડ અહીંયા ઉમટી પડે છે. ગણેશ ચતુર્થી ના દિવસે લોકો પોતાના ઘરે પણ ગણપતિ બાપ્પા ની મૂર્તિ લાવીને તેની પૂજા અર્ચના કરે છે અને પ્રાર્થના કરે છે કે તેમના ઘરમાંથી બાપ્પા બધા કષ્ટો અને દુઃખો દૂર કરે છે.

શાસ્ત્રોમાં ગણેશ ભગવાન ને ખુશ કરવા માટેના કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે. શાસ્ત્રો અનુસાર શમી એક એવો છોડ છે જેના થી ભગવાન ગણેશ અને શનિદેવ બંને પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામે રાવણ પર વિજય પ્રાપ્ત કરવા માટે શમી છોડની પૂજા કરી હતી.

શમી ગણેશજી ને ખૂબ જ પ્રિય છે તેથી નિયમિતપણે ભગવાન ગણેશને શમીના પત્તા અર્પણ કરવા જોઇએ જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે. ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માટે બુધવાર ના દિવસ ને સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કર્યા પછી પીળા કપડા પહેરીને પછી ગણેશજીને આખા ધાણા ની સાથે ધાણા નું ચુરમાં નો પ્રસાદ જરૂર અર્પણ કરવો.

આ પછી આ પ્રસાદને ઘરના લોકોને વહેંચવો. જેનાથી બધાના મન પવિત્ર થશે. સવારે સૂર્ય ઉદય થતા પહેલા ઉઠીને સ્વચ્છ પાણીથી સ્નાન કરીને ધ્યાન કરો. ત્યાર બાદ પીળા રંગના કપડા પહેરો અને ઘરમાં ગણપતિ બાપ્પાની પૂજા કરો. ગણપતિ બપ્પાને સિંદૂર, દુર્વા, ગંધ, અક્ષત, સુંગંધિત ફૂલ, નાડાછડી, સોપારી , પાન, ફલ, અને પ્રસાદ સહિતની સામગ્રી અર્પણ કરવાથી તમારા દુઃખ દૂર થઈ જશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

બાપ્પાના આશીર્વાદ એટલા અસરકારક હોય છે કે બુધવારે તમે ગણપતિ સ્ત્રોત નો પાઠ કરી લો જેનાથી તમારી ઉપરથી તે દોષ પણ આપમેળે દૂર થઈ જશે.

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમે તેમને પવિત્ર ચોખા અર્પણ કરો. પવિત્ર ચોખા એને કહેવાય જે તૂટેલું ના હોય. બાફેલા ચોખાનો પૂજામાં પ્રયોગ કરવો જોઈએ નહીં. કોરા ચોખા પણ ગણેશજીને ચડાવવા જોઈએ નહીં. ચોખાને પલાળીને ‘इदं अक्षतम् ऊं गं गणपतये नमः’ આ મંત્ર બોલતા બોલતા ત્રણ વાર ગણેશજીને ચોખા અર્પણ કરવા જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.