આજના શુભ દિવસે શ્રી જલારામ બાપા ના 52 ગુણ પાઠ કરવાથી તમારા દુઃખ માંથી સુખી થશો

ધર્મ

શ્રી જલારામ બાવની સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ . પ્રગટ્યાં ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ . રાજબાઈ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ . લોહાણા જ્ઞાતિ હરખાય નામ સમરતા રાજી થાય . સંત પધાર્યા એને કાર રાજબાએ કીધો સત્કાર . ઉજ્જ્વળ થાશે તારી કૂખ એવું બોલ્યા એ નિજ મુખ.

સંવત અઢારસો છપ્પન માંહ્ય કારતક સુદ સાતમની છાંય . આશીર્વાદથી પ્રગટ્યા રામ નામ પાડ્યું શ્રી જય જલારામ . વૃદ્ધ સંત આવ્યા તે ઠામ ઓળખ્યા શ્રી જય જલારામ . માતા – પિતા સ્વધામે ગયા કાકાને ત્યાં મોટા થયા . સંવત અઢારસો સીત્તેર માંહ્ય, યજ્ઞોપવિતનો વિધિ થાય . સંવત અઢારસો બોંતેર માંહ્ય, પ્રભુમાં પગલા મંડાય . કાકાનું સંભાળે હાટ ધર્મ દાનનું મનમાં ઘાટ . સાધુ સંતને દેતા દાન રઘુવીરનું એ ધરતા ધ્યાન .

એક સમે સંતનો સંઘ, આવી જમાવ્યો ભક્તિનો રંગ . જલારામની પાસે આજ આવ્યા સાધુ લેવા કાજ . જલારામ લઈ માથે ભાર, દેવા ચાલ્યા એને દ્વાર . પડોશીને લાગી લહાય, તે કાકાને કહેવા જાય. વા’લા કાકા દોડયા સાંય જ્યાં જલા દેવાને જાય . ગભરામણ છૂટી તે વાર , પત રાખે છે દીન – દયાળ . છાંણા કહ્યાં તો છાણાં થાય, ઘીના બદલે જળ દેખાય પાડોશી તો ભોંઠો થાય, દૂરીજન કર્મોથી પસ્તાય . જલા ભક્તને લગની થઈ ભીતર બારી ઊઘડી ગઈ.

યાત્રા કરવા કીધી હામ પછી ફર્યા એ ચારે ધામ . ગુરૂ કરવાને પ્રગટયો ભાવ ફત્તેપુર જઈ લીધો લહાવ. ભોજા ભગત કીધા ગુરુદેવ. વ્રત લે કરવા સાચી સેવ . સવંત અઢારસો છોતેર માંઘ સદાવ્રતનું સ્થાપન થાય . વીરબાઈ સુલક્ષણી છે નાર . સેવાની રાખે સંભાળ . સાધુ સંતો આવે નિત્ય . જલાબાપાની જેઈ પ્રીત . અન્ન તાણા નિધિ છલકાય . બાધા આખડીથી દુ:ખ જ જાય

બાપા સૌમાં ભાળે રામ . ખવરાવીને લે આરામ, ગાડા ભરી અન્ન આવે જાય, સાધુ સંતો ખૂબ જ ખાય . તન મન ધનથી ખિયા જન ફ્ આવી નિત કરે ભજન . બાપા સૌનાં દુખ હરનાર, ભેદ ન રાખે કોઈ લગાર . થોડા જનનાં કહું છું નામ, મળિયો છે જેને આરામ . માલ ઘાંચી જે કહેવાય, દીકરો તેનો સાજો થાય . હરજી દરજી પેટ નું દુખ ટાળી ત્યાં પામ્યો છે સુખ . મૃત્યુ પામ્યો કોળી એક પિતા તેનો કરગર્યો છેક બાપા હૈયે કરુણા થાય,

રામનામની ધૂન મચાય . થયો સજીવન તેનો બાળ, રામનામનો જય જ્યકાર . પુણ્ય તયું બાપાનું આંહ્ય, વહાલો ઊતર્યો અવનિ માંહ્ય, કરી કસોટી માગી નાર, જોવા કેવું દિલ ઉદાર . ધન્ય ધન્ય છે વીરબાઈ નાર, પ્રભુ સમ જાણ્યો છે ભરથાર . આજ્ઞા આપો છું તૈયાર છુ સેવા સંતની સાચો સારે . સેવા કરવા ગયા સતી, જાણી ત્રિભુવનના એ પતિ .

આકાશવાણીમાં સંભળાય, ધન્ય જલા ભક્તિ એ કહેવાય . ઝંડો ઝોળી વીરબાઈ હાથ ગુરૂવારે કરીલો શ્રી જલારામ બાપાની ની એક સ્તુતિ આ સ્તુતિ કરવાથી બાપાની કૃપા રહે છે અહીં ક્લિક.

દઈને અલોપ થયા છે નાથ . વાયક પહોંચ્યા વીરપુર ગામ , સૌએ સમર્યા સીતારામ . આજે પણ વીરપુરની હોય, સૌને એનાં દર્શન થાય . નસેવા તો ખૂબ જ કરી, હાર્યાં સૌને પોતે કરી . ઓગણીસે ને સાડત્રીસ માંહ્ય, બાપા સિધાવ્યા વૈકુંઠ માંહ્ય . મનુદાસ બાવની ગાય, . દુ: ખથી છૂટી સુખિયા થાય

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ ગુરુવારે સૂતાં પહેલા સાંઈબાબા ની આ 2 મિનિટ ની સ્તુતિ કરો તમારા જીવનમાં જરૂરથી લાભ થશે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.