નશાનો કારોબાર / ઊંધા રવાડે ચડીને યુવતી 10 કરોડનું ડ્રગ્સ એવી જગ્યાએ સંતાડીને લાવી કે  ડોક્ટર પણ ગોથે ચડ્યા, જુઓ જાણીને તમને પણ ચક્કર આવશે

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

રાજસ્થાનમાં એક આફ્રિકન મહિલાને પોતાના પ્રાઇવેટ પાર્ટમાં ડ્રગ કેપ્સૂલ છુપાવવી ભારે પડી છે. કેપ્સૂલ કાઢવા માટે મહિલાને રાજધાની જયપુરની એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટર કેપ્સૂલ બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ અનુસાર શારજાહથી આવેલી મહિલા સાંગાનેર એરપોર્ટ પર ઝડપાય છે. શંકાસ્પદ લાગવા પર મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી હતી.

મહિલા હોસ્પિટલમાં દાખલ
અધિકારીઓ અનુસાર મહિલાએ પ્રાઇવેટ પાર્ટમાં 80 કેપ્સૂલ છુપાવી રાખી હતી. જેને એનિમા આપી કાઢવામાં આવી રહી છે. આ કેસ્પૂલની કિંમત 10 કરોડ રૂપિયા છે. ડોક્ટરો ડ્રગની કેપ્સૂલ કાઢવામાં લાગ્યા છે. મહેસૂલના અધિકારીઓેની ટીમે જયપુર એરપોર્ટ પર ડ્રગ તસ્કર મહિલાની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી.

અધિકારીઓને જાણકારી મળી કે મહિલા પ્રાઇવેટ પાર્ટમાં ડ્રગ કેપ્સૂલ છુપાવીને લાવી છે. મહિલા શારજાહથી જયપુર આવી હતી. જયપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમને શંકા જતા મહિલાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ શંકાસ્પદ સામાન મળ્યો નહીં. ત્યારબાદ ગુપ્ત સૂચનાના આધાર પર ડીઆરઆઈની ટીમે મહિલાને કસ્ટડીમાં લીધી હતી. સવાઈ માનસિંહ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. અહીં ડીઆરઆઈએ મહિલાની બોડીને સ્કેન કરાવી તો તેની અંદર ડ્રગ હોવાની શંકા ગઈ હતી.

80 કેપ્સૂલની કિંમત 10 કરોડ
અધિકારીઓને હેરોઈન કે કોકીનનો પાઉડર હોવાની આશંકા છે. ડીઆરઆઈ રાજસ્થાન આ નેટવર્કને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે આ ડ્રગ જપ્ત થયા બાદ તેની સાચી કિંમત બહાર આવશે. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે ડ્રગની કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.