પેપરલીક કાંડ મુદ્દે આખરે સરકારે કબૂલાત કરી / પેપર લીક થયાના 6 દિવસ બાદ સરકારે સત્તાવાર કબૂલાત કરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન

ગુજરાત ટોપ ન્યૂઝ

હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી છે તેમણે મોટું નિવેદન આપ્યું છે.

રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર લીક થયા ના છ દિવસ બાદ પેપર લીક થયું હોવાની કબૂલાત કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે.

10 આરોપીઓમાંથી 6 લોકોની ધરપકડ
તેમણે પત્રકારોને કહ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં મહેશ પટેલ (ન્યૂ રાણીપ),ચિંતન પટેલ(પ્રાંતિજ) કુલદીપ પટેલ (કાણિયોલ, હિંમતનગર) ધ્રુવ પટેલ,દર્શન વ્યાસ, સુરેશ પટેલ (હિંમતનગર)ની ધરપકડ કરાઈ છે. શંકાસ્પદ આરોપીઓને નાસી કે છટકી જવાની તક નથી અપાઈ. 24 થી વધારે પોલીસની ટીમો કાર્યરત હતી. ગુનામાં પ્રાંતીજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો. આ કાંડમાં મુખ્ય આરોપી તરીકે 10 વ્યક્તિઓ છેસોશિયલ મીડિયાના માધ્યમથી પેપરલીકનો મામલો સામે આવ્યો હતો. મામલો સામે આવતાં જ તાત્કાલિક તપાસના આદેશ અપાયા હતાં.પેપરલીકમાં સંડોવાયેલા શંકાસ્પદો છટકી ના જાય તે માટે પોલીસ એલર્ટ હતી.

ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા હતા
ત્રણ દિવસ સુધી સતત તપાસ ચાલી. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.પેપરલીક કરનારા લોકોને કડકમાં કડક સજા કરાશે, ગુનાના મુળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે. પહેલાં ક્યારેય પગલાં ના લેવાયા હોય તેવા પગલાં આ કેસમાં લેવાશે. એવી કાર્યવાહી કરાશે કે ભવિષ્યમાં કોઈ ફરીવાર પેપર લીક કરવાની કોશિષના કરે. ગુનાગારો વિરુદ્ધ વધુમાં વધુ કલમો ઉમેરાશે. કેસના મુળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તેના પર નિર્ણય લેવાશે.પેપર ફૂટ્યાના પહેલા દિવસે જ 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા, એક જ જિલ્લામાં ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા હતા.

જરાતમાં હેડ ક્લાર્કના પેપર લીક (head clerk paper leak) મામલે આખરે ગુજરાતમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ આ વિશે માહિતી આપતા કહ્યુ કે, જ્યાં 88 હજાર યુવાનો પરીક્ષા (head clerk exam) આપે, જે યુવાનોએ પોતાના ભવિષ્યના સપના જોયા, પરિવારોએ આશા બાંધી હોય. મહેનત કરીને સરકારી નોકરી (government jobs) ના ખ્વાબ જોતા યુવાનો સાથે ચેડા ન થાય તે માટે ગુજરાત પોલીસે (gujarat police) પેપર લીક મામલે ત્રણ દિવસમા આરોપીઓને પકડી પાડ્યા છે. પેપર લીક માટે જે જગ્યાઓનો ઉપયોગ કરાયો હતો તેની રેકી કરાઈ. પેપર લીકમાં પ્રાંતિ પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે આઈપીસી કલમ 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે. આ ગુનામાં પ્રાથમિક તપાસમાં મુખ્ય 10 ગુનેગારો સામે આવ્યા છે. જેમાંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે. વધુ તપાસ પ્રાંતિજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્ય શંકાસ્પદ આરોપી દ્વારા પ્રશ્નપત્ર લીક (paper leak gujarat) કરી અલગ અલગ જગ્યાએ વ્યક્તિઓને બેસાડી પ્રશ્નપત્ર સોલ્વ કરવાની બાબત સામે આવી છે. જેને આકરી તપાસ કરાશે.

પેપર રદ કરવા હાલ કોઈ નિર્ણય નહિ
પરીક્ષા (paper leak gujarat) લેવાની કામગીરી ગૌણસેવા આયોગની છે. આ મામલે અમારી બેઠકો ચાલુ છે. પેપર કેટલા લોકો અને કેટલી જગ્યા સુધી પહોંચ્યુ છે તે તપાસ કરીશુ. ત્યાર બાદ ચર્ચાના અંતે પરીક્ષા રદ થવા અંગે નિર્ણય લઈશું.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ષડયંત્ર લેનાર ગેંગ પર ક્યારેય પગલા ન લેવાયા હોય તેવા પગલા આ કેસમાં લઈશું. આ કેસમાં ગૌણ સેવા મંડળ સાથે સંપર્કમાં છીએ. ગુનાના અંત સુધી પહોંચવા કટિબદ્ધ છીએ. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કલમ ઉમેરીને વધુ સજા કરાશે. બાકીના ચાર આરોપી અમારી રડારમાં છે, જેમના સુધી અમે ઝડપથી પહોંચી જઈશું. 6 આરોપી મુખ્ય છે, જેઓ હોટલથી ફાર્મહાઉસ સુધીની ઘટનામાં સામેલ છે. એક જિલ્માંલા ત્રણ અલગ અલગ જગ્યાએ પેપર સોલ્વ કરાવાયુ છે. પરીક્ષાર્થી, પેપર લાવનારની માહિતી ટેગ કરાઈ છે. તબક્કાવાર આ માહિતી સામે આવશે. પેપર ક્યા છપાયુ એ હાલ જાહેર કરવુ યોગ્ય નથી. પરંતુ હાલ તપાસ ચાલુ છે. વ્યવસ્થામાં શુ લિકેજ હતું, પેપર જ્યા છપાયા હતા ત્યાં કે પછી સ્ટ્રોંગ રૂમમં લિકેજ હતું તે મામલાની તપાસ ચાલી રહી છે. પેપર કઈ જગ્યા પરથી લિક થયુ છે તે મામલે ગુજરાત પોલીસ ચાલી રહી છે.

પેપર લીક થયાની ફરિયાદ હજી સુધી અમને મળી નથીઃ અસિત વોરા
ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બુધવારે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યું હતું કે હેડક્લાર્કની પરીક્ષા 88 હજાર ઉમેદવારે આપી હતી, પરંતુ પેપર લીક થયાની ફરિયાદ હજી સુધી અમને મળી નથી. બીજી તરફ દિવ્યભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્વીકાર્યું હતું કે તેમણે સાબરકાંઠા પોલીસને ઈ-મેલ કરીને એપ્લિકેશન આપી દીધી છે. તેમણે મંડળ તરફથી સાબરકાંઠા પોલીસને આ મામલે તપાસ કરવાની વિનંતી કરી દીધાનું જણાવ્યું હતું.

યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરાને પુરાવા સોંપ્યા હતાં
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી છે.

હેડકલાર્ક પેપરલીક કેસમાં એકશનમાં પોલીસ
મહત્વનું છે કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરી હિંમતનગર મંગાવામાં આવી છે, પેપરલીક મામલે જે આરોપીઓના નામ સામે આવ્યા છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ત્યારે આજે પ્રાંતિજના PI સવારે 10 વાગ્યની આસપાસ એસપી કચેરીએ જશે તેવું લાગી રહ્યું છે.બુધવારે જાડેજાએ આ અંગેના પૂરાવા આપીને સરકાર બે દિવસમાં પેપર લીક થયેલું જાહેર કરી પગલાં લે નહીંતર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપતાં હવે સરકાર પણ હરકતમાં આવી છે. હવે સરકાર પર

GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા
હેડ ક્લાર્ક પેપર લીક આક્ષેપ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ગૌણ સેવાના સચિવને પુરાવા આપ્યા હતા. 2 વાગ્યે પેપર ફૂંટ્યા અંગે જાણ કરી હતી. પરંતુ તેમણે કહ્યું કે ઓથેન્ટિંગ પુરાવા આપો. હવે તેઓ કયા પુરાવાને ઓથેન્ટિંગ માને છે તે અમને નથી ખબર. આ પેપર લીકની તપાસમાં GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા છે, તેથી તપાસમાંથી અસિત વોરા ને દૂર કરવામાં આવે એવી માંગ છે. અમે અસિત વોરાને તપાસથી દુર કરીને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અસિત વોરા અધ્યક્ષ હતા ત્યારે અનેક કૌભાંડ થયા છે. અસિત વોરાને અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવે.

(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/17/paper-leak1_1639720597/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.