ઝારખંડના ધનબાદ શહેરમાં આવેલી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં શુક્રવારે રાતના 1 વાગ્યે આગ લાગી હતી. આ ઘટના માં 6 લોકો જીવતા ભડથું થયા છે. ઘટના સમયે દરેક લોકો સૂઈ રહ્યા હતા. માહિતી મળી છે કે ત્યાં રેહેલા ડોક્ટરનો મૃતદેહ બાથટબમાંથી મળ્યો છે. સાથે જ એવું જાણવા મળ્યું છે કે પોતાનો જીવ બચાવવા માટે તેઓ બાથટબમાં બેસી ગયા અને ત્યાં જ તેમણે જીવ ગુમાવ્યો.
આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી. આગળની તપાસ પછી પોલીસે જણાવ્યું કે આગ સ્ટોરરૂમમાંથી શરૂ થઈ હતી, અને જ્યારે આગ લાગી તે સમયનો વીડિયો પણ સામે આવ્યો છે. ડોક્ટરે બારીમાંથી પોતાનો જીવ બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા.
નીચે ઊભેલા ફાયર અધિકારી બોલતા રહ્યા કે, ‘ડોકતર સાહેબ તમે ચિંતા ન કરશો…. અમે આવી ગયા છીએ…’ ધનબાદના બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી ‘હાઝરા ક્લિનિક એન્ડ હોસ્પિટલ’ માં આ ઘટના બની છે.
ડોક્ટર પોતાના પરિવાર સાથે ક્લિનિકના પહેલા માળે રહેતાં હતાં. ઘટનામાં ડોક્ટરની પત્ની, તેમના ઘરમાં કામ કરતી નોકરાણી, ડોક્ટરના ભત્રીજા સહિત 6 લોકોનાં મોત થયાં છે. અને બધાના મૃતદેહ અલગ-અલગ રૂમમાંથી મળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો