વડોદરા બાળક અપહરણ કેસ / 7 દિવસનું તાજુ જન્મેલું બાળક ગુજરાતથી બિહાર પહોંચી ગયું, જુઓ આટલા લાખમાં બાળક વેચી દીધું, જે ટોળકીએ અપહરણ કર્યું એ જાણીને તમે ચોંકી જશો

ઇન્ડિયા ગુજરાત ટોપ ન્યૂઝ

શહેરના વાઘોડિયા તાલુકાના ભગવાનપૂરા ગામના નવીનગરીમાંથી 7 દિવસના બાળકના અપહરણ મામલે જિલ્લા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બાળકનું અપહરણ કરનારા શખ્સોની અટકાયત કરી બાળકને અપહરણકર્તાઓના ચુંગલમાંથી સહી સલામત છોડાવ્યો છે. આ ઉપરાંત બાળકને તેના પરિવાર સાથે મિલાપ કરાવી ઉત્તમ કામગીરી કરી હતી.

લીલોરા ગામના રહેવાસી પૂનમભાઇ ટીનાભાઇ દેવીપૂજકના પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો. 16 ઓક્ટોબરના રોજ સાંજે સંગીતાબેનને રેફરલ હોસ્પિટલમાંથી રજા મળતા પોતાના ઘરે આવ્યા હતા. આ દરમિયાન 20 ઓક્ટોબરના રોજ રાત્રિના બે વાગ્યાની આસપાસ તાજુ જન્મેલું 7 દિવસનું બાળક માતાએ પોતાની પથારીમાં ન જોતાં હચમચી ઊઠ્યા હતા. સંગીતાબેનને અગાઉની ડિલીવરીમાં એક અઢી વર્ષની બાળકી છે. તાજું જન્મેલું 7 દિવસનું બાળક રાત્રિના સમય દરમિયાન ગુમ થઇ જતા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કવોડ સહિત 8 ટીમો દ્વારા બાળકને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. બાળકને શોધવા માટે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આસપાસના જંગલ વિસ્તારમાં મહિલાના પરિવારજનો સહિત વિવિધ ગામોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લા પોલીસ વડા સુધિર દેસાઇ જણાવ્યું હતું કે, પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પણસી ગામના રહેવાસી કલ્પેશ રમણસિંહ રાઠોડની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. જે પોલીસે તેને પકડીને પૂછપરછ કરતા ગંભીર હકિકત પોલીસ સમક્ષ જણાવી હતી. આર્મી પરિવારના દંપતીને સંતાન ન હોવાથી છેલ્લા 6 મહિનાથી કલ્પેશ રાઠોડના સંપર્કમાં હતા. આર્મી પરિવારના દંપતીએ બાળક લાવી આપવા સારા નાણાં આપવાની ઓફર કરી હતી. જેથી કલ્પેશ બાળકની શોધમાં હતો. જેથી તેને વડોદરામાં રહેતા પ્રવિણભાઇ ચુનારા અને દક્ષાબેન ચુનારાનો સંપર્ક કર્યો હતો અને બાળક લાવી આપવા માટે પૈસા આપવાની વાત કરી હતી.

પ્રવિણે બાળક મેળવવા માટે કોટંબીમાં રહેતા કાળીદાસ દેવીપૂજકનો સંપર્ક કર્યો હતો. કાળીદાસ અગાઉ 50 ચોરીઓના ગુનાઓમાં ઝડપાઇ ચૂક્યો છે. કાળીદાસ દેવીપૂજક અને રમણભાઇ રાઠોડિયાએ ભાવનગરપુરા ગામમાં રાત્રી દરમિયાન આ બાળકનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ બાળકને પ્રવિણ અને કલ્પેશ મારફતે આર્મીના જવાન નરેન્દ્ર રંજનને આપ્યું હતું. જેને લઇને તેઓ બિહાર જતા રહ્યા હતા. કલ્પેશની પૂછપરછમાં તેને બાળક બિહારમાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના થઇ ગઇ હતી. જ્યાં જઇને પોલીસે નરેન્દ્ર રંજનની અટકાયત કરીને બાળકનો કબજો લઇ લીધો હતો. હાલ બાળક સ્વસ્થ અને સુરક્ષિત છે.

પોલીસ બાળક અને દંપતીને લઇને બિહારથી વડોદરા આવી અને સાંજે વાઘોડિયા ખાતે બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યું. પોલીસે બાળકનું અપહરણ કરનાર કાળીદાસ દેવીપૂજક અને રમણ રાઠોડિયાને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત પોલીસે પ્રવિણ ચુનારા, દક્ષાબેન ચુનારા, કલ્પેશ રાઠોડ અને નરેન્દ્ર રંજનની પણ અટકાયત કરી છે. મહત્વની વાત છે કે દંપતીને 13 વર્ષનું લગ્ન જીવન દરમિયાન સંતાન સુખ ન મળતા બે વખત આઇવીએફ પદ્ધતિથી બાળક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્યાંય સફળતા ન મળતા છેવટે બાળક મેળવવા માટે આવો રસ્તો અપનાવ્યો.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક ભાવનગરપુરામાં ગુમ થયેલુ 7 દિવસનું નવજાત બાળક આજે સાતમાં દિવસે બિહારથી મળી આવ્યું છે. બાળકને આર્મી પરિવારના નિઃસંતાન દંપતીને 4 લાખ રૂપિયામાં વેચી દેવામાં આવ્યું હોવાનો તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ કેસમાં 6 આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 20 ઓક્ટોબરના રોજ રાતે તેઓ પોતાના પિતાના ઘરના આગળના ભાગે કાચા ઝુંપડામાં ખાટલા પર નવજાત બાળક સાથે સૂતા હતા. રાતે 2 વાગ્યાની આસપાસ તેમણે પડખું ફેરવી હાથ ફેરવતા બાળક મળી ન આવ્યું હતું. જેથી માતાએ બાળક મળતું ન હોવાની જાણ પરિવારને કરી આસપાસ શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં બાળકનો કોઈ પત્તો ન મળતા આખરે પોલીસને જાણ કરાઇ હતી.

20 ઓક્ટોબરના રોજ રાત્રે બાળક ગુમ થયું
લીલોરા ગામના રહેવાસી પૂનમભાઇ ટીનાભાઇ દેવીપૂજકના પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો. 16 ઓક્ટોબરના રોજ સાંજે સંગીતાબેનને રેફરલ હોસ્પિટલમાંથી રજા મળતા પોતાના ઘરે આવ્યા હતા. આ દરમિયાન 20 ઓક્ટોબરના રોજ રાત્રિના બે વાગ્યાની આસપાસ તાજુ જન્મેલું 7 દિવસનું બાળક માતાએ પોતાની પથારીમાં ન જોતાં હચમચી ઊઠ્યા હતા. સંગીતાબેનને અગાઉની ડિલીવરીમાં એક અઢી વર્ષની બાળકી છે.

એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડ કામે લાગી
તાજું જન્મેલું 7 દિવસનું બાળક રાત્રિના સમય દરમિયાન ગુમ થઇ જતા, ડીવાયએસપી કલ્પેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કવોડ સહિત છ ટીમો દ્વારા બાળકને શોધવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. બાળકને શોધવા માટે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આસપાસના જંગલ વિસ્તારમાં મહિલાના પરિવારજનો સહિત વિવિધ ગામોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

દંપતીએ બાળક લાવી આપવા નાણાં આપવાની ઓફર કરી
વડોદરા જિલ્લા પોલીસ વડા સુધિર દેસાઇ જણાવ્યું હતું કે, પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પણસી ગામના રહેવાસી કલ્પેશ રમણસિંહ રાઠોડની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. જે પોલીસે તેને પકડીને પૂછપરછ કરતા ગંભીર હકિકત પોલીસ સમક્ષ જણાવી હતી. આર્મી પરિવારના દંપતીને સંતાન ન હોવાથી છેલ્લા 6 મહિનાથી કલ્પેશ રાઠોડના સંપર્કમાં હતા. આર્મી પરિવારના દંપતીએ બાળક લાવી આપવા સારા નાણાં આપવાની ઓફર કરી હતી. જેથી કલ્પેશ બાળકની શોધમાં હતો. જેથી તેને વડોદરામાં રહેતા પ્રવિણભાઇ ચુનારા અને દક્ષાબેન ચુનારાનો સંપર્ક કર્યો હતો અને બાળક લાવી આપવા માટે પૈસા આપવાની વાત કરી હતી.

રાત્રી દરમિયાન બાળકનું અપહરણ કર્યું
પ્રવિણે બાળક મેળવવા માટે કોટંબીમાં રહેતા કાળીદાસ દેવીપૂજકનો સંપર્ક કર્યો હતો. કાળીદાસ અગાઉ ચોરીઓના ગુનાઓમાં ઝડપાઇ ચૂક્યો છે અને તેની સામે ઘણા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. કાળીદાસ દેવીપૂજક અને રમણભાઇ રાઠોડિયાએ ભાવનગરપુરા ગામમાં રાત્રી દરમિયાન આ બાળકનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ બાળકને પ્રવિણ અને કલ્પેશ મારફતે આર્મીના જવાન નરેન્દ્ર રંજનને આપ્યું હતું. જેને લઇને તેઓ બિહાર જતા રહ્યા હતા. કલ્પેશની પૂછપરછમાં તેને બાળક બિહારમાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના થઇ ગઇ હતી. જ્યાં જઇને પોલીસે નરેન્દ્ર રંજનની અટકાયત કરીને બાળકનો કબજો લઇ લીધો હતો. હાલ બાળક સ્વસ્થ અને સુરક્ષિત છે.

પોલીસ બાળક બિહારથી વડોદરા આવવા રવાના થઇ
પોલીસ બાળક અને દંપતીને લઇને બિહારથી વડોદરા આવવા રવાના થઇ ગઇ છે અને આજે સાંજે વાઘોડિયા ખાતે બાળકને તેના પરિવારને સોંપવામાં આવશે. બાળકનું અપહરણ કરનાર કાળીદાસ દેવીપૂજક અને રમણ રાઠોડિયાને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત પોલીસે પ્રવિણ ચુનારા, દક્ષાબેન ચુનારા, કલ્પેશ રાઠોડ અને નરેન્દ્ર રંજનની અટકાયત કરી છે.

આઇવીએફ પદ્ધતિથી બાળક મેળવવાનો પ્રયાસ કર્યો હતો
દંપતીને 13 વર્ષનું લગ્ન જીવન દરમિયાન સંતાન સુખ ન મળતા બે વખત આઇવીએફ પદ્ધતિથી બાળક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્યાંય સફળતા ન મળતા છેવટે બાળક મેળવવા માટે આ રસ્તો અપનાવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.