રાજસ્થાન(Rajasthan): સવાઈમાધોપુર(Sawai Madhopur) ગંગા સીટીમાં રેલવે ટ્રેક પર ચાલતી વખતે લપસી જવાથી યુવક પડી ગયો હતો. એટલામાં માલગાડી આવી ગઈ. માલગાડીના 70 ડબ્બા યુવકના ઉપરથી પસાર થઈ ગયા. તેમ છતા વાળ પણ વાંકો ન થયો અને સુરક્ષિત રીતે બચી ગયો. ગભરાઈને તે બેહોશ થઈ ગયો.
માલગાડી ત્યાંથી પસાર થઇ ગયા બાદ આસપાસના લોકોની મદદથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેને થોડી ઈજા થઈ છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલો સવાઈ માધોપુરના ગંગાપુર શહેરનો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, દાલચંદ સોમવારે કંઈ પણ કહ્યા વગર ઘરની બહાર નીકળી ગયો હતો. હાલ ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ છે.
70 ડબ્બાવાળી માલગાડી પસાર થઈ ગઈ છતાં યુવક બચી ગયો pic.twitter.com/WbsBq8t3zz
— Trishul News (@TrishulNews) February 11, 2022
આ અકસ્માત બુધવારે સાંજે સવાઈ માધોપુરના ગંગાપુર શહેરમાં દિલ્હી-મુંબઈ રેલ્વે લાઇન પર કરૌલી ફાટક પર થયો હતો. ઘટનાસ્થળે હાજર દીપક બૈરવાએ જણાવ્યું કે, ગંગાપુર શહેરના વોર્ડ 22 કોળી પાડામાં રહેતા દલચંદ નાસિયા ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. એકાએક સ્પીડમાં આવતી માલગાડીને જોઈને તે પાટા પર પડી ગયો. પાડોશીઓ બૂમો પાડવા લાગ્યા. માલગાડી સ્પીડમાં તેની ઉપરથી પસાર થવા લાગી. લોકોનો શ્વાસ અટકી ગયો. જાણે યુવાનનું મૃત્યુ થઇ ગયું હશે. માલગાડી ત્યાંથી પસાર થયા બાદ યુવક સુરક્ષિત હતો.
ગેટ પર હાજર દીપક બૈરવા અને તેના મિત્ર સુભાષચંદ બૈરવાએ યુવકને સંભાળ્યો હતો. યુવક ટ્રેક પર મોઢું નીચે પડ્યો હતો. ઇજાગ્રસ્તના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પરથી તેની ઓળખ કરાતા અકસ્માત અંગે તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!