પાડોશીની કાળી કરતૂત / ઘરમાં એકલી જોઈને 13 વર્ષની બાળકી પર હવસખોર પાડોશીએ ત્રણ રાત દુષ્કર્મ આચર્યું, જુઓ પોલીસની ‘SHE’ ટીમના માર્ગદર્શનને કારણે થયું એવું કે….

ટોપ ન્યૂઝ સુરત

સુરત(Surat): શહેરના રાંદેર(Rander)માં આવેલ ઉગત કેનાલ રોડ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારે સગીર દીકરીને પાડોશીના ભરોસે મુકી જવાનું પરિણામ ખુબ જ ગંભીર આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર માતા-પિતા બે સગીર દીકરીઓ અને એક સગીર દીકરાને પાડોશીના ઘરે મુકી પોતાના વતન MPમાં સંબંધીની મરણવિધિ માટે 6 દિવસ ગયા હતા.

આ સમય દરમિયાન એક સંતાનના પિતા એવા હવસખોર પાડોશીએ 13 વર્ષીય બાળકી પર દાનત બગાડી રાત્રિના સમયે દુષ્કર્મ() આચર્યું હતું. 13 વર્ષીય વિદ્યાર્થિની જે સરકારી શાળામાં અભ્યાસ કરી રહી છે. તે શાળામાં સુરત પોલીસની SHE ટીમ દ્વારા ‘ગુડ ટચ બેડ ટચ(Good touch bad touch)’કાર્યક્રમ થોડા દિવસ અગાઉ આ શાળામાં કરવામાં આવ્યો હતો. જેને કારણે વિદ્યાર્થિનીએ પાડોશીની ખરાબ હરકતો અંગે શાળાના પ્રિન્સિપાલને વાત કરવામાં આવી હતી.

બાળકીને માતા-પિતાનો ડર લાગતો હોવાને લીધે તેણે પોતાના મમ્મી-પપ્પાને આ અંગેની વાત કરી ન હતી. આ ઘટના અંગે રાંદેર પોલીસે બાળકીની માતાની ફરિયાદ લીધી હતી. જે ફરિયાદના આધારે પોલીસે પડોશી સુરજસીંગ ગ્યાનસીંગ ઠાકુર(27 વર્ષીય)ની સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આરોપી સુરજસીંગ ભાડેથી રહે છે અને શાકભાજીનો ધંધા સાથે સંકળાયેલો છે. આરોપી સુરજસીંગ પરિણીત છે અને સંતાનમાં એક દીકરો પણ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આરોપી ની કરી ધરપકડ કરી લીધી છે. શહેરના રાંદેર ઊગત કેનાલ રોડ પર શ્રમ વિસ્તારમાં રહેતી 13 વર્ષીય બાળકીને માતા-પિતા તેના પાડોશીને ત્યાં રોકાવા માટે મુકી ગયા હતા. આ દરમિયાન લાભ ઉઠાવીને હવસખોર અને નરાધમ પાડોશીએ બાળકી પર બે મહિના પહેલા દુષ્કર્મ આચર્યું હતું.

બાળકી જે સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી તે સ્કૂલમાં પોલીસ દ્વારા ‘ગુડ ટચ બેડ ટચ’નો કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમને આધારે બાળકીએ હિમ્મત દાખવી હતી અને પાડોશીની ગંદી હરકતો બાબતેની શાળાના ટીચર અને મહિલા પ્રિન્સિપાલને જાણ કરવામાં આવી હતી. બાળકીએ દુષ્કર્મની વાત શાળાના પ્રિન્સિપાલને કરતા તેમણે બાળકીની માતા અને પોલીસની ‘સી’ ટીમને આ બાબત અંગે જાણ કરવામાં આવી હતી.

બીજા દિવસે માતા શાળાએ આવી ત્યારે મહિલા પ્રિન્સિપાલે બાળકી પર પાડોશીએ 3 વાર દુષ્કર્મ આચર્યું હોવાની વાત કરતા માતા પણ ચોંકી ઉઠી હતી. માતાએ પોતાની દીકરીને આ બાબત અંગે પૂછતાં દીકરીએ જણાવતા કહ્યું હતું કે, 29 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી તમે ગામ ગયા તે સમય દરમિયાન સુરજસીંગે રાત્રી દરમિયાન પહેલા અડપલા કર્યા બાદ બીજા દિવસે પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આવી જ રીતે નરાધમ પાડોશીએ બાળકી પર સતત 3 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.