સુરતમાં કતારગામ વિસ્તારના યુવકે 15 વર્ષીય કિશોરી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી આચર્યું દુષ્કર્મ, વિડીયો વાયરલ થતા જુઓ પોલીસે કર્યો એવો હાલ કે તમે વિચારી પણ નઈ શકો

ટોપ ન્યૂઝ સુરત

કતારગામ(Katargam)માં યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો વીડિયો વાયરલ(Viral videos) થતાં 3 યુવકની ધરપકડ કરવામાં આવી છે. કતારગામમાં રહેતા દીકરીના પિતાને 4 દિવસ અગાઉ એક સંબંધીએ ફોન કરી ને કહ્યું હતું કે, તમારી દીકરીનો અભદ્ર વીડિયો(Indecent video) વાઈરલ થયો છે.

જે વીડિયો દીકરીના પિતાને મોકલીને કહ્યું છે કે, તમે તે વીડિયો ન જોતાં તમારી પત્નીને દેખાડજો. દીકરીના પિતાની પત્નીએ જ્યારે આ વીડિયો જોયો ત્યારે તે ચોંકી ઉઠી હતી. આ બીભત્સ વીડિયો 15 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનો હતો. માતા-પિતાએ દીકરીને પૂછતાં તેણે કહ્યું કે, 2 વર્ષ પહેલાં સચીન ભરત કુકડિયા સાથે સોશિયલ મીડિયા(Social media) દ્વારા મિત્રતા થઈ હતી.

સચીને મને મળવા બોલાવતા હું ગઈ હતી ત્યારે સચીન મને તેના મિત્ર કિશન ડાભીની બાઇક પર સરથાણા નાકા નજીક અવધ વાઇસરોયમાં આવેલ ધ હર્ટ ટુ હર્ટ કાફેમાં લઈ ગયો હતો. ત્યાર બાદ કિશન ત્યાંથી જતો રહ્યો હતો. સચીને મારી સાથે સંબંધ બાંધ્યો હતો.

સચીનનો મિત્ર વૈભવ બગદરીયાએ કિશોરીને મેસેજ કરીને કહ્યું હતું કે, તારો અને સચીનનો વીડિયો સચીને મને મોકલ્યો છે. તું મારી ફ્રેન્ડ નહી બને તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ.

આ સમગ્ર બનાવ અંગે પિતાએ સચીન કુકડીયા (રહે. નંદનવન સોસાયટી, કતારગામ), કિશન ડાભી (રહે. મણીપાર્ક સોસાયટી, કતારગામ) અને વૈભવ બગદરિયા (રહે. ભગુનગર સોસાયટી, કતારગામ) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે 18 વર્ષના સચીન, 19 વર્ષના કિશન અને વૈભવની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.