અરે બાપરે / સ્ટેજ પર ડાન્સ કરી રહેલા 20 વર્ષના યુવકને આંખના પલકારે આવ્યું મોત, વિડિઓ જોઈને તમારું કાળજું કંપી ઉઠશે : જુઓ LIVE મોતનો વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

હવે તાજો મામલો જમ્મુથી આવ્યો છે જ્યાં સ્ટેજ પર માતા પાર્વતી બનીને ડાન્સ કરી રહેલા યુવક યોગેશ ગુપ્તા અચાનક સ્ટેજ પર પડી જાય છે અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના વીડિયોમાં કંડારાઈ જાય છે અને વીડિયો હાલ વાયરલ થયો છે. ( વિડિઓ નીચે આપેલો છે )

ગામડામાં રાત્રિ જાગરણનું આયોજન કરાયું હતું. ભજન અને કિર્તનની સાથે સાથે કલાકાર દેવી દેવતાઓનું સ્વરૂપ ધરીને રજૂઆત કરી રહ્યા હતા. સમગ્ર માહોલ ભક્તિમય હતો. આ દરમિયાન મંચ પર દેવી પાર્વતીનો વેશ ધરીને જમ્મુના સવારી રહીશ 20 વર્ષના કલાકાર યોગેશ ગુપ્તા નૃત્ય કરી રહ્યા હતા ને શિવ સ્તુતિ તે સમયે ગવાઈ રહી હતી.

નાચતા નાચતા યોગેશને છાતીમાં દુખાવો થયો અને તે બેભાન થઈને ઢળી પડ્યો. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો તેને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તે ઉઠતો નથી. ત્યાં હાજર લોકો તો આ સમગ્ર બનાવને સાચું માની શક્યા નહીં અને કાર્યક્રમનો એક ભાગ સમજીને તાળીઓ પાડતા રહ્યા.

આ દરમિયાન શિવનું પાત્ર ભજવનારા કલાકારે જ્યારે જોયું તો તે તરત મંચ પર પહોંચ્યા અને યોગેશને સંભાળવાનો પ્રયત્ન કર્યો અને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. સ્થિતિ જોઈ ડીજે બંધ કરાવવામાં આવ્યું. સ્થિતિ સંભાળી ત્યાં સુધીમાં તો યોગેશનું મોત થઈ ચૂક્યું હતું.

ગ્રામીણોના જણાવ્યાં મુજબ બધુ એટલું અચાનક થયું કે કોઈને સમજમાં ન આવ્યું. તેમણે કહ્યું કે કલાકાર સંપૂર્ણ સ્વસ્થ હતો અને લોકો તેની પ્રસ્તુતિથી ખુબ રોમાંચિત હતા. અમે કઈ સમજીએ ત્યાં સુધીમાં તો તેના હ્રદયના ધબકારા બંધ થઈ ગયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.