હવે બાળકો પણ અસુરક્ષિત / રાજકોટમાં લિફ્ટમાં એક હરામીએ બાળકીને બોટલથી માર માર્યો, જુઓ CCTV ફૂટેજ વાઇરલ થતા પોલીસ દોડતી થઇ

ટોપ ન્યૂઝ રાજકોટ

સતત વધી રહી છે દીકરીઓ પર હુમલાની ઘટનામાં વધારો કરતી એક ઘટના રાજકોટમાં બની છે. શહેરમાં એક ફૂલ જેવી કુમળી બાળકીને માર મરાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. માધાપર ચોકડી નજીક સુંદરમ સિટી એપાર્ટમેન્ટની ઘટનામાં આ ઘટના બની છે. જેમાં લિફ્ટમાં માસૂમ બાળકીને યુવકે માર માર્યો હતો. બાળકીને માર મારવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. બાળકીના વાલીએ આ ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના કારણે સમગ્ર કાંડ પરથી પડદો ઉઠ્યો હતો.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે શહેરના માધાપર ચોકડી નજીક રહેણાંક હાઈરાઈઝની લીફ્ટમાં નાની એવી માસુમ બાળકીને એક શખસ બોટલથી માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થતા ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે સીસીટીવીમાં કેદ શખસને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે.

ગત 19 તારીખે સવારે 10 વાગે અને 59 મીનિટે આ ઈમારતની લીફ્ટ ખોલવામાં આવે છે જેમાં પહેલા એક નાનો બાળક ત્યારબાદ એક નાની બાળકી અને ત્યારબાદ એક શખસ લીફ્ટમાં આવે છે. જેમાં શખસ બાળકીને પોતાના શરીરથી દબાવી બાદમાં ગુસ્સે થઈ પોતાના હાથમાં રહેલી પાણીની બોટલ માસુમ બાળકીને માથામાં કાનના ભાગે જોરથી ફટકારી દે છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે સીસીટીવીમાં કેદ શખસને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે. જોકે આ અંગે રાત સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. માર મારનાર કોણ અને બાળકી કોણ શા માટે માર માર્યો તે સહિતના પ્રશ્નો ઉદ્દભવ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *