દોસ્ત, દોસ્ત ના રહા / પોતાના જ મિત્ર સાથે બદલો લેવા રચ્યું મોટું ષડયંત્ર, જુઓ એટલું દર્દનાક મોત આપ્યું કે જાણીને રુવાડા ઉભા થઇ જશે

ઇન્ડિયા

આજકાલ દિવસે ને દિવસે હત્યાના(Murder) કેસો ખુબ જ વધતા જાય છે. જાણે હત્યા કરવી એ લોકો માટે આમ વાત બની ગઈ હોય તેવું લાગે છે. ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) ગાઝિયાબાદથી(Ghaziabad) એક એવી ઘટના સામે આવી છે, જેને જાણીને તમારા રુવાડા ઉભા થઈ જશે.

મળતી માહિતી અનુસાર અહીં એક યુવકે બદલો લેવા માટે તેના મિત્રની હત્યા કરી નાખી. બુધવારે પોલીસને ગાઝિયાબાદના નિથોરા ગામ રોડ પર કબ્રસ્તાનમાંથી 28 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ થઈ ગઈ છે, જે મંગળવારે પોતાના કામ પર જવા માટે ઘરેથી નીકળ્યો હતો. એસપી અધિકારીના જણાવ્યા અનુસાર જ્યાંથી લાશ મળી હતી ત્યાંથી પોલીસે પ્લે કાર્ડ અને કેટલીક સિરીંજ મળી આવી છે. તપાસ દરમીયાન જાણવા મળ્યું કે, આ કૃત્ય તેના જ નજીકના મિત્રએ કર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ ગયા વર્ષે મૃતકે આરોપીની બહેનની છેડતી કરી હતી અને ત્યારથી આરોપી તેની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો હતો. ત્યારબાદ જાણવા મળ્યું છે કે, તેણે તાજેતરમાં જ કથિત રીતે બદલો લેવા માટે ફરિયાદી સાથે ફરી મિત્રતા કરી હતી. ત્યારબાદ મંગળવારે, એક પાર્ટીના બહાને, તે ફરિયાદીને કબ્રસ્તાનમાં લઈ ગયો, જ્યાં તેણે કોઈ ઝેરી પદાર્થનું ઈન્જેક્શન આપીને તેની હત્યા કરી અને લાશને કબ્રસ્તાન પાસે ફેંકી દીધી હતી.

મળેલી માહિતી મુજબ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમના મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે અને પોલીસે આ અંગે વધુ જાણકારી મેળવવા તપાસ જારી રાખી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.