સુરતના વેસુમાં ટૂર એન્ડ ટ્રાવેલર્સની ઓફિસમાં તસ્કરોનો મોટો હાથફેરો, જુઓ 6 લાખની રોકડ ખાલી આટલી મોનિટમાં લઈને રફુચક્કર : જોઈલો વિડીયો

સુરત ટોપ ન્યૂઝ

શહેરમાં વેસુ(Vesu)ના આગમ એમ્પિરિયો નામના કોમર્શિયલ બિલ્ડીંગમાં હોલિડેસ ટૂર એન્ડ ટ્રાવેલર્સ નામની ઓફિસમાંથી અજાણ્યા તસ્કરોએ રૂપિયા 6 લાખની રોકડ લઈ ભાગી ગયા હોવાની ઘટના સમાઈ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. એટલું જ નહીં પણ આ તસ્કરો બાજુની ઓફિસની બારીમાથી એસી મશીન પર ચાલીને ટ્રાવેલર્સની ઓફિસમાં ઘુસિયા હોવાનું CCTV કેમેરામાં સ્પષ્ટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલ ઉમરા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. આ ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ચહેરા પર રૂમાલ બાંધીને ચોર ચોરી કરવા માટે આવે છે. અંદર ઘૂસવાની સાથે જ ડ્રોવરમાં મુકેલા ગ્રાહકોના હોલીડે અને પેકેજીસ બુકીંગના રોકડા રૂપિયા 6 લાખની ચોરી કરી ફરાર થઇ જાય છે.

હાલમાં પોલીસ દ્વારા આ શખ્સને પકડવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમે તમને જણાવી દઈએ કે, સુરત શહેરમાં અવારનવાર અનેક ચોરીના બનાવો સામે આવતા રહે છે. ત્યારે પોલીસ તંત્ર સામે પમ કેટલાય પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આ ચોરી રાત્રે 3.35 વાગ્યે ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો પેદા થઇ રહ્યા છે.

ઓફિસમાં લાગેલા CCTVમાં કેદ, સુરતમાં બનેલી આ સૌથી ઓછા સમયની અને સૌથી વધુ રકમની લૂંટ હોઈ શકે છે. લૂંટારુઓએ આ ઘટનાને ફક્ત 8 મિનિટમાં અંજામ આપ્યો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. ઘટનાની જે વિગતો સામે આવી છે તેમાં ઓફિસના ડ્રોવરમાં મૂકેલા ગ્રાહકોના રૂપિયા ચોરી થવાની ઘટના સામે આવી છે.

રોકડા રૂપિયા 6 લાખની ચોરી, સુરતમાં જે ચોરીની ઘટના સામે આવી છે તેમાં ટૂર એન્ડ ટ્રાવેલર્સની ઓફિસની છે. અહીં હોલીડે અને પેકેજીસ બુકીંગના રોકડા રૂપિયા 6 લાખની ચોરી થયાનું સામે આવ્યું છે. સીસીટીવીમાં જે માહિતિ જોવા મળી રહી છે તેમાં ચોર ઇસમે સફેદ જેકેટ, જીન્સ પેન્ટ, સ્પોર્ટ શુઝ તથા હાથમાં ગ્લવ્ઝ પહેરેલા હતા અને સાથે જ પોતાની ઓળખ છૂપાવવા માટે મોઢા પર રૂમાલ પણ બાંધ્યો હતો.

પોલીસ કરી રહી છે તપાસ, ઘટનાને લઈને ઉમરા પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હોવાની માહિતિ પણ મળી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.