ગુજરાતી સિંગારની બોલબાલા / દેવ પગલીના ‘ચાંદવાલા મુખડા’ એ તોડ્યા તમામ રેકોર્ડ, બોલિવુડના બાદશાહને પણ પછાડી દીધા

ગુજરાત ટોપ ન્યૂઝ બોલિવૂડ

હિન્દી સોંગ ‘ચાંદ વાલા મુખડા’ (Chand Wala Mukhda) એ હાલ આખા દેશમાં ધૂમ મચાવી રહ્યું છે. આ સોન્ગે હાલ સોશિયલ મીડિયા પર નવો જ રેકોર્ડ બનાવી દીધો છે. દેશભરમાં દરેકના મોઢે ગવાઈ રહેલું અને લોકોને નાચવા પર મજબૂર કરી રહેલું આ ગીત ગુજરાતી સિંગર્સ દેવ પગલી (DevPagli) અને જિગર ઠાકોરે (Jigar Thakor) ગાયુ છે.

આ સોન્ગે હાલ તમામ રેકોર્ડ તોડી દીધા છે. કેમ કે, ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ (instagram reels) બાબતે બાદશાહ (Badshah) , અક્ષય કુમાર સહિતના સ્ટાર અને સિંગર્સને પાછળ છોડી દીધા છે. આ સોન્ગ પર અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 4.7 મિલિયન્સથી પણ વધારે રીલ્સ બની ચૂકી છે. ચાંદ વાલા મુખજા સોન્ગ એટલું પોપ્યૂલર થયું છે કે, તેને બાદશાહના સોન્ગને પણ પાછળ છોડી દીધું છે.

સોશિયલ મીડિયા પર હાલ બાદશાહનું સોન્ગ જુગનૂ અને દેવ પગલીનું સોન્ગ (trending song) ચાંદ વાલા મુખડા હાલ કાંટે કી ટક્કરમાં છે. પણ ઈન્સ્ટાગ્રામ પર સોન્ગ જુગનૂ કરતા પણ વધારે ચાંદ વાલા મુખડા પર રિલ્સ બની ચૂકી છે. આપણા ગુજરાતી સિંગરના આ સોન્ગે દેશભરમાં ધૂમ મચાવી છે. કોરોનામાં ઘરે બેસીને દેવ પગલીએ આ સોન્ગ લખ્યું હતું. આ સોન્ગ રિલીઝ થતાં જ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે.

એક ગુજરાતી ગીતે કેવી રીતે આપી બાદશાહને ટક્કર : તમને પણ જાણીને નવાઈ લાગશે કે એક ગુજરાતી ગીતે કેવી રીતે બોલિવુડના બાદશાહને ટક્કર આપી. પરંતુ બાદશાહનું સોન્ગ બચપન કા પ્યારની ઈન્સ્ટાગ્રામમાં 5 લાખ 85 હજાર રીલ્સ (instagram reels) બની છે. તો નવા જુગનુ સોન્ગની 5 લાખ 36 હજાર રીલ્સ બની છે. જ્યારે કે, ચાંદવાલા મુખડાની 47 લાખ રીલ્સ બની છે. જે બાદશાહના ગીતના રીલ્સની આસપાસનો પણ આંકડો નથી. બોલિવુડના અનેક પોપ્યુલર ગીતોને પણ ચાંદવાલા મુખડા ગીત ટક્કર આપે છે.

આ ગીતની પોપ્યુલારિટીથી દેવ પગલી રાતોરાત સ્ટાર બની ગયા છે. અનેક લોકો આ પોપ્યુલર ગીત પર રીલ્સ બનાવવા મથી રહ્યાં છે. હકીકત તો એ છે કે, ગીત દેવ પગલીએ લોકડાઉનના દિવસોમાં ઘરે બેસીને લખ્યુ હતુ. જે 4 નવેમ્બર, 2021 ના રોજ રિલીઝ થયુ હતું. હાલ YouTube તેને 47,385,893 વ્યૂ મળ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.