ભારે કરી / ગુજરાતમાં સગ્ગા ભાઈએ અને જેઠે મળીને વિધવાને પતાવી દીધી, જુઓ પછી રાતોરાત કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના બની છે. સગાભાઈએ અને જેઠે મળીને વિધવા પર ચારિત્ર્યની શંકા મૂકીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. એટલુ જ નહિ, વિધવાની દીકરીને પોતાની માતાની લાશનુ મોઢુ પણ ન જોવા દીધું અને હાર્ટ એટેક બતાવીને ફટાફટ અગ્નિસંસ્કારની વિધિ કરી હતી.

દ્વારકા પોલીસે દીકરીની ફરિયાદ પર ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા સુરમીબેનનું અચાનક મોત થયું હતી. સુરમીબેનની દીકરી ભૂમિબેનને ગત 20 જુલાઈના રોજ ચંદ્રાવાડા ગામે રહેતા માતાની ગુજરી ગયાના સમાચાર મળ્યા હતા. તે તાત્કાલિક પિયરમાં આવી તો કુંટુબીજનોએ જણાવ્યુ કે, તેની મોત હાર્ટ એટેકથી થયુ છે.

દીકરી આવે તે પહેલા કુટુંબીજનોએ માતાનું લાશનુ મોઢ પણ સરખુ નહી બતાવી જલદીથી અંગ્નિસંસ્કારની વિધી ચંદ્રાવાડા ગામે કરી દીધી હતી. સ્મશાન ગૃહમાં પણ ગણ્યાગાંઠ્યા લોકો હાજર રહ્યા હતા. આ બાદ દીકરીને સુમરીબેનના મોત પર શંકા ઉપજી હતી. દીકરી ભૂમિબેને કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં પોતાના માતાના મોત બાબતે ફરિયાદ નોંધાવી.

ભૂમિબેને અરજીમાં લખાવ્યુ કે, તેને પોતાની માતાની હત્યા થઈ હોય તેવું લાગી રહ્યુ છે. આ હત્યાની શંકા કાના નાગાભાઇ મોઢવાડીયા (રહે.ચંદ્રાવાડા), બાલુભાઇ નાગાભાઇ મોઢવાડીયા (રહે.ચંદ્રાવાડા), અરજણભાઇ જીવણભાઇ ગોરાણીયા (રહે ગોરાણા ગામ), અરસીભાઇ જીવણભાઇ ગોરાણીયા (રહે ગોરાણા), રામદે જીવણભાઇ ગોરાણીયા (રહે.ગોરાણા) પર છે.

ફરિયાદને લઈને ડીવાયએસપી સહિત કલ્યાણપુર પોલીસ સ્ટેશનના PSI અને જિલ્લા LCB સહિતની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરાઈ હતી. એફએસએલ ટીમની મદદ લઇ સાયન્ટીફીક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં આ હત્યામાં રામદે જીવણભાઇ ગોરાણીયા તથા કાના નાગાભાઇ મોઢવાડીયાની સંડોવણી ખૂલી હતી.

ત્યારે આ ગુનામા સંડોવાયેલ આરોપી રામદેભાઇ ગોરાણીયા તથા કાના મોઢવાડીયાની આકરી પૂછપરછ કરતા તેઓએ ગુનો કબૂલ્યો હતો. બંનેએ કબૂલ્યુ કે, સુમરીબેનના ચારીત્ર્ય પર શંકા થતા અમે સુમરીબેનની હત્યા કરી હતી. આરોપી રામદે સુમરીબેનનો સગોભાઈ હતો. તો આરોપી કાના મોઢવાડીયા મહિલાનો જેઠ હતો.

તારીખ 20 જુલાઈના રોજ રાત્રિના સમયે સુમરીબેન જ્યારે તેના ઘરમાં સુતા હતા ત્યારે માથાના ભાગે લોખંડના સળીયાથી જીવલેણ ઘા મારી હત્યા કરી હતી. જેઠે ખુન થયાની કોઇને જાણ ના થાય તેથી ઘટના સ્થળે હત્યા થયાના પુરાવાઓનો નાશ કરી અને સુમરીબેનનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાનુ જણાવ્યુ હતું.

તેમજ મૃતદેહની અંતિમ વિધિ જલદીથી કરાવી હતી. જેથી કુટુંબીજનો હકીકતથી દૂર રહે. પોલીસે બંનેની અટકાયત કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ પોલીસે વધુ કેટલા લોકો આ ગુનામા સંડોવાયેલા છે અને અન્ય પુરાવાઓ શોધવા અને અન્ય તમામ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *