ચમત્કાર / પૂજા સમયે શિવજીના મંદિરે આવી પોહચી ગાય, જુઓ શિવજીનો ચમત્કાર એવો કે આ ગાય આપમેળે દૂધની ધારા વહાવે છે : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભક્તો દ્વારા દૂધ અને જળ અર્પણ કરી ભગવાન શિવની આરાધના અને ઉપાસના કરતા હોય છે. ત્યારે આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ગાય ભગવાન શિવના મંદિરના ઓટલા પાસે ગાય ઉભી રહે છે તે સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારા વહે છે. જે જોઇને લોકોમાં કુતુહલ સર્જાયુ હતું. ( વિડિઓ નીચે આપેલો છે )

હાલ સોશિયલ મીડિયમાં ગુજરાતના કચ્છ જિલ્લાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઇને તમે પણ કહેશો કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કચ્છ જિલ્લાના નખત્રાણાના ભડલી ગામના શિવ મંદિરે એક ગાય દૂધ આપતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. પવિત્ર શ્રાવણ માસમાં ભોળા શંભુને રીઝવવા લોકો કેટલી સેવા પૂજા કરે છે. ત્યારે ગાયનો વીડિયો સામે આવ્યો છે.

ભડલી ગામે શિવ મંદિરે દરરોજ સેવાના સમયે એક ગાય આવી પહોંચે છે અને દૂધ આપે છે. મંદિરના ઓટલા પાસે ગાય ઉભી રહે છે તે સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગે છે. આ દૂધ ભેગું કરીને પૂજારી શિવલિંગ પર ચડાવે છે અને ગાયને દાણ પણ આપે છે. ત્યારે વીડિયો સામે આવતા અહીં લોકો દર્શનાર્થે આવે છે.

આ વિશે ભડલી ગામના આગેવાન જાયેંદ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ વખતે શ્રાવણ માસની શરૂઆત સાથે જ ગાય કોઇજ દોરીસંચાર વિના સીધી શિવ મંદિર સંકુલમાં આવી મંદિર સન્મુખ ઉભી રહી જાય છે અને આપમેળે દૂધની ધારા વહાવે છે. વિરલ કહી શકાય એવી આ ઘટના પ્રતિદિન ચાલુ રહેતા હવે મંદિરના પૂજારી ગાયના આંચળ નીચે પાત્ર રાખી દૂધને ભરી લે છે અને બાદમાં મંદિર અંદર શિવલિંગ પર અભિષેક કરે છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/08/15/05-bhuj-cow-dudh-govind_1660554949/mp4/v360.mp4 )

મંદિરમાં અનશન વ્રતપર બેઠેલા રવીગીરી બાવાજી અને સેવક ખીમજી ભગત, પ્રેમસંગ સોઢા, ગુલામ મકવાણા સહિતના ભાવિકો આ ક્રિયામાં લોકો દ્વારા ખલેલ ના પડે તે રીતે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આ ગાયને જોવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.