કચ્છના કબરાઉ માં માતા મોગલ સાક્ષાત બિરાજે છે. અહીં માતાના ચરણે હજારો ભક્તો રોજ માથું નમાવે છે. ભક્તો અહીં દૂર દૂરથી માતાના દર્શન કરવા આવે છે. અહીં મણીધર બાપુ પણ બિરાજે છે તેઓ ભક્તોને જણાવે છે કે માતાએ તેમની માનતા સ્વીકારી.
અનેક ભક્તો એવા છે જેઓ વિદેશમાં રહે છે છતાં પણ માતા મોગલ સાથે તેમને અટક શ્રદ્ધા જોડાયેલી છે. માતા શ્રદ્ધાળુઓને પરચા આપે છે અને જ્યારે પણ ભક્તો માનતા રાખે છે તે અચૂક પૂરી કરે છે. ભક્તો પણ પોતાની માનતા પૂરી થતાં દોડતા મોગલ ધામ આવે છે.
આવી જ રીતે એક યુવક રાધનપુર થી મોગલ ધામ આવ્યો હતો. આ ભક્તોનું નામ અરવિંદભાઈ ચૌધરી હતું. તેમણે માનતા લીધી હતી કે તેમનું ધારેલું કામ માતા પાર પાડશે તો તે મોગલધામ આવીને તેની માનતા પૂરી કરશે. તેની માનતા માતાએ તુરંત પૂરી કરી અને તે કબરાઉ આવીને મણીધર બાપુને મળ્યો અને 11000 રૂપિયા આપ્યા.
મણીધર બાપુ એ રૂપિયા હાથમાં લઈને ભક્તોને કહ્યું કે માતાજીએ તેની માનતા સ્વીકારી લીધી છે હવે આ રૂપિયા તેના ઘરની દીકરી અને બહેનને આપી દેવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!