અનોખી ભક્તિ / ‘શ્રદ્ધા હોઈ તો શું ન થાય’ આ કેહવત સાચી કરનાર એક ભક્તે હાથમાં સળગતો દીવો લઈને માઈ ભક્તે જે કર્યું એ જાણીને તમે સલામ કરશો

ગુજરાત

ભારતમાં ભક્તિની વાત જ અલગ હોય છે. અહીં જ્યારે ભગવાનની ભક્તિની વાત આવે ત્યારે ભક્તો કંઈ પણ કરવા તૈયાર રહે છે. ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરાવતા લોકો ક્યારેક એવુ કરી બતાવે છે જે લોકોમાં ચર્ચા જગાવે છે. તાજેતરમાં ગિરનાર સડસડાટ ચઢી જતા એક ભક્તનો વીડિયો સામે આવ્યો હતો, ત્યારે ગિરનારથી અનોખી ભક્તિનું ઉદાહરણ સામે આવ્યું છે.

અંબે માતામાં અપાર ભક્તિ ધરાવતા એક ભક્ત હાથમાં સળગતો દીવો લઈને ગિરનારના 5000 પગથિયા સડસડાટ ચઢી ગયા હતા. ગિરનારના દરેક પગથિયે માતાજીની ભક્તિ અને શક્તિનું અનોખુ ઉદાહરણ જોવા મળતુ હોય છે. મૂક પશુ ય કેમ હોય, અહી આવતા માઈ ભક્તોની વાત જ કંઈ અલગ છે.

ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબેમાં અતૂટ વિશ્વાસ ધરાવતા એક ભક્તે એવુ કર્યું કે તેની ભક્તિની ચર્ચા થઈ ગઈ. આરબટીંબડી ગામના શ્રદ્ધાળુ રવજીભાઈ ગેવરીયાએ અનોખી રીતે માતાજી માનતા રાખી હતી, અને તેને પૂરી કરવા ગિરનાર પહોંચ્યા હતા.રવજીભાઈ ગેવરીયા માનતા પૂરી કરવા માટે હાથમા દીવો પ્રગટાવી પાંચ હજાર સીડી સડસડાટ ચઢી ગયા હતા.

સળગતો દીવો હાથમાં પ્રગટાવીને તેમણે મા અંબે પ્રત્યેની અનોખી ભક્તિ દાખવી હતી. સળગતા દીવા સાથે તેમણે મંદિરમાં મા અંબાના દર્શન કરી અને માતાજીની આરતી ઉતારી પોતાની માનતા પૂરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, જગત જનની માં અંબે માતાજીની અનેક રીતે માનતા રાખીને દુર દુરથી ભક્તો દર્શન કરવા આવે છે. ગિરનાર રોપ વે હોવા છતાં ઘણા શ્રદ્ધાળુ સીડી ચઢીને દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી શ્રદ્ધા રાખે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.