અરે બાપરે / સુરતમાં દારૂના નશામાં ધૂત થયેલી મહિલાએ પોતાની જિંદગી સાથે દાવ કર્યો, જુઓ ટ્રેન આવી પછી જે કર્યું એ જાણીને તમે હેરાન થઈ જશો : જોઈલો વિડિઓ 

ટોપ ન્યૂઝ સુરત

દારૂના નશામાં ચૂર મહિલાએ એવી હરકત કરી તે તેને જ ભારે પડી હતી. સુરતની એક મહિલાએ દારૂના નશામાં પહેલા પતિ-દીકરીઓ સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. જેમાં મહિલા તો બચી ગઈ, પણ તેના એક હાથ અને બે પગ કપાયા છે. એક હાથ અને બે પગ કપાયેલી હાલતમાં મહિલા મોત સામે ઝઝૂમી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન કનસાડ વિસ્તારની આ ઘટના છે. જેમાં એક શ્રમજીવી મહિલાને દારૂ પીવાની આદત હતી. શુક્રવારે સવારે 7 વાગ્યે ઘરે આવીને આ મહિલાએ તેના પતિ મુકેશ રાઠોડ સાથે ઝઘડો કર્યો હતો. એટલુ જ નહિ, મહિલાએ તેની દીકરીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો. જેના બાદ તેણે દેશી દારૂની પોટલીમાંથી દારૂ પીધો હતો. દારૂના નશામાં ઘરની બહાર નીકળી ગઈ હતી. જેના બાદ તે ટ્રેનની અડફેટે આવી હતી.

મુકેશ રાઠોડે પોલીસને જણાવ્યું કે, મારી પત્ની કમુબેનને દારૂ પીવાની ટેવ છે. તે રસોઈ બનાવવાનું કામ કરે છે. સુરતના એક લગ્ન પ્રસંગમાં રસોઈ બનાવવાના કામમાં હતી, ત્યાંથી પરત ફરી શુક્રવારે ફરી હતી. અમને સંતાનમા ચાર દીકરીઓ છે. ત્યારે મારી પત્નીએ મારા અને મારી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. તેના બાદ ગુસ્સામાં ઘર બહાર નીકળી ગઈ હતી. અમને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે, કમુબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અમે હોસ્પિટલમાં ગયા ત્યારે ખબર પડી કે તેણે રેલવે ટ્રેક પર કપાયેલી હાલતમાં મળી હતી. આમ, મહિલાના ગુસ્સા અને દારૂ પીવાની આદતે જ તેની જિંદગી વિખેરાઈ ગઈ. વધુ પડતા ગુસ્સામાં આવીને તેણે હાથ-પગ પણ ગુમાવી દીધા છે.

સુરતના સચિન કનસાડ વિસ્તારની એક શ્રમજીવી મહિલાએ પતિ અને દીકરીઓ સાથે ઝઘડા બાદ ગુસ્સો કરી રેલવે ટ્રેક પર પડતું મુકતા એક હાથ અને બે પગ કપાયેલી હાલતમાં મળી આવી હતી. 108માં સિવિલ લવાયેલી કમુબેનના પતિએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ લગ્ન પ્રસંગના રસોડામાં કામ કરીને આવેલી પત્નીએ દેશી દારૂના નશામાં ચૂર બની તમે ઘરમાં કેમ નથી રહેતા એમ કહી ગુસ્સો કરી ઘરમાંથી નીકળી ગઈ હતી.

મુકેશ રાઠોડ (ઇજાગ્રસ્ત મહિલાનો પતિ) એ જણાવ્યું હતું કે આજે સવારે 7 વાગ્યે જ ઘરે આવીને પહેલા દેશી દારૂની પોટલીઓ પીવા માંડી. ત્યારબાદ દીકરીએ કહ્યું પપ્પા ઘરે નથી રહેતા એટલે એ વાતને પકડીને ઝઘડો કરવા લાગી. ગુસ્સામાં લાલચોળ થઈ ઘર બહાર નીકળી ગઈ હતી. અમને એમ લાગ્યું કે થોડીવારમાં આવી જશે પણ એક કલાક બાદ ફોન આવ્યો તમે કમુબેનના પતિ છો તો સિવિલ આવી જાઉં, ટ્રેન અડફેટે ઘવાયા છે. અહીંયા આવી ને જોયું તો એક હાથ અને બે પગ કપાયેલી હાલતમાં મોત સામે પત્ની ઝઝૂમી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે ચાર દીકરીઓની માતા કમુ ઘર કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતી હતી. એક મહિનાથી લગ્ન પ્રસંગના રસોડામાં રસોઈ બનાવવા માટેનું કામ મળતા ત્રણ દિવસથી સુરત ગઈ હતી. આજે સવારે જ ઘરે આવી હતી. વધુ પડતા ગુસ્સામાં હાથ-પગ ગુમાવ્યા હવે ભગવાન કમુને બચાવી લે એવી જ પ્રાર્થના કરીશ.

જશોદા (EMT, 108 સચિન લોકેશન-2 ) એ જણાવ્યું હતું કે કોલ લગભગ સવારે 8:34 વાગ્યાનો હતો. ઘટના સ્થળે પહોંચ્યા બાદ એક મહિલા રેલવે ટ્રેક પર ઇજાગ્રસ્ત હાલતમાં પડી હતી. એક હાથ અને બે પગ કપાઈ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલા અને તેના અંગોને એમ્બ્યુલન્સમાં લઈ સિવિલ આવ્યા હતા. પરિવારને જાણ કરતા એ પણ આવી ગયું હતું. મહિલા દારૂ પીધેલી હાલતમાં હોય એમ લાગતું હતું.

ડો. તેજશ ચૌહાણ (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે, મહિલાની હાલત ગંભીર કહી શકાય. દારૂ પીધેલી હાલતમાં આપઘાત કરવા નીકળી હોવાનું કહી રહી છે. પરિવાર ખૂબ જ રડી રહ્યો છે. જમાઈ અને પતિ કહે છે સાહેબ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગઈ હતી. ઝઘડાનું કોઈ કારણ જ નથી સમજાતું. હાલ મહિલાને ઓપરેશનમાં લેવાશે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/10/13-surat-hand-leg-cut-sunil_1639123495/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.