પાટણ શહેરના પારેવા સર્કલ પાસે બે રખડતા આખલા વચ્ચે શિંગડાંયુદ્ધ જામ્યું હતું. જાણવા મળ્યું છે કે, આ વિસ્તારના રહીશો સહિત માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કેટલાક નવ યુવાનોએ ધોકા, લાકડી અને પાણીનો મારો ચલાવી બંને આખલાઓને છૂટા પાડી ભગાડતાં લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો.
જણાવી દઈએ કે, પાટણ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ ઘણો વધી ગયો છે. ત્યારે રખડતાં ઢોરો દ્વારા માર્ગ વચ્ચે અવારનવાર જામતા યુદ્ધને કારણે અનેક રાહદારીઓ સહિત વાહનચાલકો એનો ભોગ બની ઇજાગ્રસ્ત બનવાની સાથે સાથે મૃત્યુ પામતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
તેમ છતાં નગરપાલિકાના નઘરોળ વહીવટી તંત્ર દ્વારા રખડતાં ઢોરોને તાબે કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવતા પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ શહેરીજનો રોષ ઠાલવતા જોવા મળે છે. ત્યારે રખડતાં ઢોરોના ત્રાસમાંથી શહેરીજનોને મુક્ત કરવા પાલિકાના સત્તાધીશો તાત્કાલિક ધોરણે ઝુંબેશ હાથ ધરે આવે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!