વાપીથી સોમનાથ જતી બસમાં અચાનક જ ફાટી નીકળી આગ, વિકરાળ રૂપ ધારણ કરતા અનેક મુસાફરો જીવ બચાવવા ભાગ્યા, પણ થયું એવું કે….

ગુજરાત ટોપ ન્યૂઝ

બસમાં આગ લાગવાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોટીલા પાસે આપા ગીગાના ઓટલા નજીક આજે વહેલી સવારે સોમનાથ દર્શનાર્થે જતી બસમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. ભારત સરકારના પૂર્વ ઉચ્ચ અધિકારીના પત્નીનું બસમાં જ સળગી જતાં કરુણ મોત નિપજ્યું હતું. (ભયંકર વિડિઓ નીચે આપેલો છે )

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ, વાપીથી નીકળેલી અને સોમનાથ જતી બસ ચોટીલા નજીક આવેલા ધાર્મિક સ્થાન આપા ગીગાના ઓટલા નજીક પહોંચતા અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી અને ચાલકે બસને હાઈવે પરથી સાઈડમાં લીધી હતી અને તરત જ પેસેન્જરોને ઉતારવા તજવીજ ફાયર બ્રિગેડનો કોલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જો કે બનાવમાં કેટલાક મુસાફરો દાઝી ગયા હતા અને જોતજોતામાં જ આગ વધારે ફેલાતા બસમાં સવાર લતા પ્રભાકર મેનન (ઉ.વ.70) બસમાંથી બહાર નીકળી શક્ય ન હતા અને તેઓ બસમાં જ બળીને ભડથુ થઇ ગયા હતા. (વિડિઓ નીચે આપેલો છે )

સમગ્ર ઘટનાને લઈને ભારે અરેરાટી વ્યાપી ગઇ છે. ચોટીલાના પીએસઆઈ જે.જે. જાડેજા અને તેની ટીમ ઉપરાંત ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જાણવા મળ્યું છે કે, ન્યૂ સૂર્યદીપ ટ્રાવેલ્સની આ બસ હતી. બસમાંથી મૃતક લતાબેનનો મૃતદેહ બહાર કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

( વિડિઓ જોવા અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/12/28/02-surendranagar-bus-aag-bharat_1672208639/mp4/v360.mp4 )

મળતી માહિતી અનુસાર, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ બસ તો બળીને ખાખ થઇ જવા પામી હતી. હૃદયદ્રાવક આ ઘટનામાં વૃધ્ધાના મોતથી તેમની સાથે રહેલા અન્ય પેસેન્જરોમાં માતમ છવાઈ ગયો હતો. ઉપરાંત દાઝી ગયેલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *