કહેવાય છે ને કે, પ્રેમ ક્યારેય રંગ, રૂપ કે નાત-જાત જોઇને થતો નથી. તેમાં પણ છેલ્લા ઘણા સમયથી તમે એવા કિસ્સાઓ સાંભળ્યા જ હશે કે કોઈ વિદેશી યુવતીને દેશી છોકરા સાથે પ્રેમ થઈ જતા વિદેશી યુવતી ભારત આવીને તેની સાથે લગ્ન કરે છે. તેમજ એવા કિસ્સાઓ પણ સામે આવે છે જેમાં કોઈ વિદેશી છોકરાને દેશી છોકરી સાથે પ્રેમ થઈ જતા તેઓ પણ લગ્ન કરતા હોય છે.
ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના મધ્યપ્રદેશના માનવરથી સામે આવી છે. જેમાં એક વિદેશી યુવકનું ભારતીય યુવતી પણ દિલ આવીજતા યુવક પોતાના પરિવારથી 10,000 કિલોમીટર દુર ભારત આવી ગયો અને પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા છે.
જાણવા મળ્યું છે કે, મનાવરની તબસ્સુમ પોતાના અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને તે સમયે તેની મુલાકત હેન્ડ સાથે થઇ હતી. ત્યારે શીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ પોતાના પરિવારને આ વાત જણાવી. ત્યારે બંનેનાં પરિવારે આ લગ્ન માટે હા પાડી હતી, તો બંને એ ઓસ્ટ્રેલિયામાં જ કોર્ટ મેરેજ કરી લીધા હતા.
આ પછી હેન્ડ તબસ્સુમ સાથે તેના પરિવારને મળવા ભારત આવ્યો હતો અહીં હેન્ડ ભારતના રીતિ રિવાજોથી ખુબજ પ્રભાવિત થઇ ગયા હતા. જેના કારણે તેઓએ ભારત આવીને ફરીથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, તો પરિવારના બધા જ લોકો રાજી થઇ ગયા.
જેને પગલે તેઓએ દીકરીના લગ્ન ભારતીય રીતિ રિવાજ પ્રમાણે ખુબજ ધૂમધામથી કર્યા હતા. વિદેશી વરરાજાએ ભારતીય શેરવાની પહેરી હતી. આવી રીતે વિદેશી વરરાજાને જોવા માટે લોકો આવી પહોંચ્યા હતા. હાલ આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!