અરરર / સાવકી માતા પર એવું ભૂત સવાર થયું કે ઝનૂનમાં પુત્રનું માથું જમીન પર પટકાવી પટકાવીને મારી નાખ્યો, જુઓ પછી પતિએ લાશ સાથે કર્યું એવું કે જાણીને તમે ચોંકી જશો

ટોપ ન્યૂઝ સુરત

સાવકી માતા બાળકને સાથે રાખવા માંગતી ન હોય બાળકનું માથું જમીન ઉપર પછાડીને હત્યા કરી હોવાનું ખુલ્યું છે. સુરતના પાંડેસરા હરિઓમ નગર વિસ્તારમાં રહેતા અરુણ ભોળા મૂળ ઓરિસ્સા ગંજામનો વતની છે. અરુણ ભોલાએ બે લગ્ન કર્યા હતા. અરુણ ભોળાની પ્રથમ પત્ની દિપાલી (નામ બદલવામાં આવ્યું છે) ગંજામ ખાતે રહેતી હતી.

આ દરમિયાન અરુણ સુરત આવી ગયો હતો, જેથી તેને સુરતમાં અન્ય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અરુણે એ યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. અરુણ બીજી પત્ની સાથે સુરતમાં રહેતો હતો. અરુણને બીજી પત્ની થકી દોઢ વર્ષીય બાળક નટીયા ઉર્ફે બાબુ હતો. આ દરમિયાન ત્રણ માસ અગાઉ અરુણની બીજી પત્નીનું મોત નિપજ્યું હતું.

જેથી અરુણ તેની પ્રથમ પત્નીને સુરત લઈ આવ્યો હતો. અરુણે બીજી પત્નીના બાળક બાબુ અંગેની હકીકત જણાવી હતી. તેથી પહેલી પત્ની બીજી પત્નીના બાળક બાબુને સાથે રાખવા તૈયાર થઈ હતી. જોકે માત્ર દોઢ વર્ષનો માસુમ બાળક અવારનવાર રડતો હતો, જેથી પહેલી પત્ની ગુસ્સે થઈ હતી, તે બાળકને સાથે રાખવા માંગતી ન હતી.

જેથી તેનાથી છુટકારો મેળવવા માટે તેણે પ્લાનિંગ કર્યું. તારીખ 13 ઓગસ્ટના રોજ મૃતક બાળકના પિતા કામ પર ગયા હતા. ત્યારે પહેલી પત્નીએ સાવકા દીકરાનું ઘરમાં દિવાલ સાથે માથું અથાડીને હત્યા કરી નાંખી હતી.

આ દરમિયાન રાતના સમયે પતિ નોકરીએથી પરત ઘરે આવ્યો હતો, ત્યારે પત્નીએ બાબુનું બીમારીમાં મૃત્યુ હોવાની ખોટી હકીકત દર્શાવી પતિને ગેર માર્ગે દોર્યા હતો. પતિ પણ પત્નીની વાતમાં આવી ગયો હતો અને મોડી રાત્રે માસુમ બાળકને દફનાવવા ઝાડી ઝાંખરામાં ગયા હતા. જોકે વરસાદ હોવાથી ખાડામાં બાળકને મૂકી આવ્યા હતા.

વહેલી સવારે રાહદારીની નજર માસુમ બાળક પર પડતા પોલીસને જાણ કરી હતી. પાંડેસરા પોલીસ તપાસમાં બાળકની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે સાવકી માતાની પૂછપરછ કરતા તેની એ માસુમ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સાવકી માતા મમતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *