અરે બાપરે / પહેલા પ્રેમી સાથે ભાગી યુવતી, પછી યુવકે કર્યો આપઘાત, બાદમાં મૃતક યુવકના પિતાએ કહ્યું એવું કે જાણીને તમે હચમચી જશો

અમદાવાદ ટોપ ન્યૂઝ

અમદાવાદમાં નિવૃત પોલીસ કર્મચારી વિરુદ્ધ પોલીસની પુત્રીએ છેડતી કર્યાનો આક્ષેપ કર્યો છે. પ્રેમીના આપઘાત બાદ પ્રેમીના પિતા નિવૃત પોલીસ કર્મી છેડતી કરતા હોવાનો યુવતીએ લગાવ્યો આરોપ. બીજી બાજુ યુવક-યુવતી 8 વર્ષ એક સાથે રહ્યા પણ યુવકના પરિવારે બંનેના લગ્ન ન કરાવ્યા અને અંતે યુવતીને યુવક ગુમાવવાનો વારો આવ્યો.

જ્ઞાતિના ભેદભાવ વચ્ચે પ્રેમને લગ્નના બંધનમાં નહિ જોડતા પ્રેમીએ આપઘાત કર્યો, જ્યારે પ્રેમિકાને દર્દના ઠોકર ખાવાનો વારો આવ્યો. વાત કંઈક એમ છે કે આજથી 8 વર્ષ પહેલાં એલિસબ્રિજ પોલીસ લાઈનમાં રહેતા પોલીસકર્મીની 17 વર્ષીય પુત્રી અને પોલીસકર્મી દશરથસિંહ પરમારનો પુત્ર જયદીપસિંહ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ થતા ઘરે ભાગી ગયા હતા.

યુવક જયદીપસિંહ કિશોરી લઈ વડોદરા જતો રહ્યો હતો. જે બાદ યુવક પોતાના ઘરે નાના ચિલોડા લેવા રહી ગયો હતો. બાદમાં લગ્ન કર્યા વગર એકબીજા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આ દરમિયાન યુવતીએ બાળકને જન્મ પણ આપ્યો હતો. જે બાદ બન્ને લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ યુવકના પરિવારજનો લગ્ન કરવાની મંજૂરી ન આપી અને યુવકના પિતા પોલીસકર્મી યુવતીને જાતિ વિષયક શબ્દો બોલી કહ્યું કે આ જ્ઞાતિ સાથે લગ્ન ના કરાય.

જેથી યુવક જયદીપસિંહ કંટાળી વર્ષ 2021 માં આપઘાત કરી લીધો અને બાદમાં યુવકના પરિવારજનો યુવતી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જે બાદ યુવતી પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. ફરિયાદી યુવતીએ મૃતકના પિતા અને પિતરાઈ ભાઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે કે મૃતક જયદીપસિંહના પિતા યુવતીને રખેલ બની રહેવાનું કહેતા હતા સાથે જ મૃતક યુવકનો પિતરાઈ ભાઈ પણ યુવતીને અડપલાં કરી છેડતી કરતો હોવાનો આક્ષેપ કર્યો છે.

જોકે લગ્ન કરી લાવ્યા બાદ યુવકની બહેન અને જમાઈ જાતી વિષયક શબ્દો બોલી તેનું અપમાન કરતા હતા. ત્યારે યુવતીના કહેવા છતાં યુવક કઈ કહેતો ન હતો આમ કરી પરિવાજનો શારીરિક ત્રાસ આપતા હતા.

હાલ સમગ્ર બાબતને લઈ યુવતીએ એલિસબ્રિજ પોલીસમાં નિવૃત પોલીસ કર્મી, તેમના જમાઈ, દીકરી અને મૃતકના પિતરાઈ ભાઈ સામે ગુનો નોંધાયો છે. 8 વર્ષના પ્રેમસંબંધનો કરૂણ અંજામ આવ્યો, જેમાં યુવતી અનેક સપનાઓ સાથે યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાઈ પરંતુ મૃતક યુવકના પરિવારે યુવતીની જિંદગી બરબાદ કરી નાખી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *