આલે લે તારે / બોટાદમાં જામ્યું ત્રણ-ત્રણ આખલાનું મહાયુદ્ધ, જુઓ એક આખલો તો બ્રિજ પરથી નીચે ખાબક્યો, વિડિઓ જોઈને તમારા હોશ ઉડી જશે : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં અનેક અકસ્માતો સર્જાયા છે, જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો કેટલાય મોતને ભેટ્યા છે. હાલ આવો જ એક વિડિયો ગુજરાતના બોટાદ જિલ્લામાંથી સામે આવ્યો છે. ( વિડિઓ નીચે આપેલો છે )

જેમાં એક સાથે ત્રણ ત્રણ આખલા બાખડતા નજરે ચડ્યા હતા. બોટાદના સાળંગપુર રોડ પર એક સાથે ત્રણ ત્રણ આખલાઓનો આતંક સામે આવતા રહીશોમાં ડરનો માહોલ છવાયો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે એક સાથે ત્રણ આખલાઓ બાખડી રહ્યા છે.

તેમાંથી એક આખલો બ્રિજ પરથી નીચે પટકાયો હતો. આ દ્રશ્યો જોઈને રહીશોમાં ફફડાટ મચી ગયો હતો. કારણ કે આવું પહેલી વાર નથી બન્યું, આ પહેલા પણ આવી ઘટનાઓમાં લોકોને ગંભીર રીતે ઈજા થવા પામી છે, અને કેટલાય લોકો મોતને પણ ભેટયા છે. શહેરમાં બનેલી આ ઘટનાએ રાજ્યભરમાં ચર્ચાનો વેગ પકડ્યો છે.

ફક્ત અહીંયા જ નહીં પરંતુ રાજ્યના ખૂણે ખૂણે રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે લોકોની એક જ માંગ છે કે સરકાર આ રખડતા ઢોરનો યોગ્ય નિકાલ કરે. આ ઘટનામાં રાહતના સમાચાર તો એ છે કે, આ દરમિયાન કોઈ રાહદારી અળફેટે આવ્યા નહોતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી તેમ કહી શકાય.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.