દંપતીની દાદાગીરી / ગાંધીનગરમાં માથાભારે મહિલાએ દુકાનમાં ઘૂસીને વેપારીને ધમકાવીને ધડાધડ લાફા ઝીંક્યા, જુઓ પછી એવી ધમકી આપી કે જાણીને તમે ચોંકી જશો : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગાંધીનગરમાં માથાભારે ઈસમ તરીકેની છાપ ધરાવતાં કમરૂદિનની પત્નીએ પણ નજીવી બાબતે સેક્ટર-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગનાં ભરબજારમાં સાડીના વેપારીને ત્રણ લાફા ઝીંકી દઈ મર્ડર કરવાની પણ ધાક ધમકી આપી હતી. ત્યારે પત્નીનું ઉપરાણું લઈને માથાભારે ઈસમે પણ સાગરિતો સાથે બજારમાં પહોંચી જઈ ભયનો માહોલ ઉભો કર્યો હતો. ( વિડિઓ નીચે આપેલો છે )

જેથી વેપારીને દુકાન અંદરથી બંધ કરી દેવાની નોબત આવી હતી. આ મામલે સેકટર-21 પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના સેકટર-22 આનંદ વાટિકા સોસાયટીમાં રહેતા વીંકેશ વસંતભાઈ શેઠ સેકટર-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગમાં રૂપશ્રી સાડી નામની દુકાન ચલાવે છે.

જેની દુકાનની ઉપરના માળે શહેરમાં એકસમયે માથાભારે ઈસમ તરીકેની છાપ ધરાવતાં કમરુદીનની પત્ની ફાલ્ગુની ચાંદની ડ્રેસીસ નામની દુકાન ચલાવે છે. ત્યારે બુધવારેની રાત્રે વીંકેશ અને તેના કારીગરો પણ દુકાનમાં હતા. ત્યારે ફાલ્ગુની દુકાને પહોંચી હતી. આથી વીંકેશે પોતાની દુકાન આગળ દબાણ નહીં કરવાં માટે કહ્યું હતું. ( વિડિઓ નીચે આપેલો છે )

આ સાંભળીને ફાલ્ગુનીએ ‘તું મારી દુકાને કેમ આવ્યો હતો?’ તેમ કહીં વીંકેશને બિભત્સ ગાળો ભાંડી હતી. ગાળો બોલવાની ના પાડતાં ફાલ્ગુની વધુ ઉશ્કેરાઈ ગઈ હતી અને ભરબજારમાં વીંકેશને ત્રણ લાફા ઝીંકી મર્ડર કરવાની ખુલ્લી ધમકીઓ આપી હતી. ત્યારે ફાલ્ગુનીની ગુંડાગીરી જોઈએ આસપાસના વેપારીઓ પણ ડગાઈ ગયા હતા.

આટલું ઓછું હોય તેમ કમરુદિન પણ સાગરિતો સાથે ડિસ્ટ્રીક્ટ શોપિંગમાં પહોંચી ગયો હતો અને પત્નીનું ઉપરાણું લઈ વીંકેશને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. જેનાં પગલે વીંકેશ ગભરાઈ જઈને પોતાની દુકાનનું શટર અંદરથી બંધ કરીને જીવ બચાવ્યો હતો. બાદમાં રાત્રે વીંકેશ ઘરે ગયો હતો. ( વિડિઓ નીચે આપેલો છે )

તો કમરુદિન અને તેના માણસો તકરારી, ઝનૂની અને બોલે તેવું કરતાં હોવાથી પોતાનું મર્ડર થઈ જશે તેવો ડર લાગતાં વીંકેશ શેઠે સેકટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/22/03-gandhinagar-gundagiri-vishal_1658469805/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *