છોકરીઓ પણ અવળા રસ્તે / આણંદના ફાર્મહાઉસમાં હાઈપ્રોફાઈલ દારૂની મેહફીલ પકડાઈ, જુઓ મોટા ઘરની યુવતીઓ પણ એવી હાલતમાં ઝડપાઈ કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ગુજરાત ટોપ ન્યૂઝ

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પકડાવો અને દારૂની મહેફિલ પકડાવવી હવે સામાન્ય બાબત બની ગઈ છે. આણંદમાં માનપુરાના મોડી રાતે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ પકડાયા છે.

ગ્રીન ટોન નામના ફાર્મ હાઉસમાં આંકલાવ પોલીસે રેડ પાડી વડોદરાના 15 યુવકો અને 10 યુવતીઓને પકડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવનાં માનપુરામાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા.

આંકલાવના માનપુરા ગામનાં ફાર્મ હાઉસ દારૂની મહેફિલ ચાલી રહી છે તેવી પોલીસને બાતમી મળી હતી જેના બાદ પોલીસે રેડ પાડી હતી. ત્યારે માનપુરાનાં ગ્રીન ટોન ખાનગી ફાર્મ હાઉસ દારૂની મહેફિલ ઝડપાઈ હતી.

બર્થ ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા શ્રીમંત પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ ઝડપાઈ છે. સાથે જ તેમની પાસેથી દારૂની 10 બોટલો પણ મળી આવી હતી.

તમામ નબીરાઓની આંકલાવ પોલીસ ધરપકડ કરી છે. દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરાઓ વડોદરાના હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.