અસંખ્ય વિદ્યાર્થીઓએ સોમવારે મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડના ઘર પાસે પ્રદર્શન કર્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
અસંખ્ય વિદ્યાર્થીઓએ સોમવારે મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડના ઘર પાસે પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓની માગ હતી કે, કોરોના મહામારીને જોતા ધોરણ 10થી 12 સુધી ઓપલાઈન એક્ઝામ રદ કરી દેવામાં આવે. એક અધિકારીએ કહ્યું હતું કે, ધારાવીના અશોક મીલ નાકા પર આ વિરોધ પ્રદર્શન થયું હતું. જે બાદ વિદ્યાર્થીઓએ મંત્રીના નિવાસ સ્થાને પહોંચતા અટકાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
View this post on Instagram
વિદ્યાર્થીઓના આંદોલન પર કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપે કહ્યું કે, સોશિયલ મીડિયા પર હિન્દુસ્તાની ભાઈને એક પોસ્ટ વાયરલ થઈ ગઈ છે. કોરોનાને લઈને સરકારને નિર્ણય લેવાનો હોય છે.2થી અઢી હજાર વિદ્યાર્થીઓ એક સાથે મંત્રીના નિવાસ સ્થાને પહોંચી ગયા. ઈંસ્ટાગ્રામ પોસ્ટને લઈને હિન્દુસ્તાની ભાઉની ધરપકડ કરવામાં આવી છે. આંદોલન હાલમાં શાંત છે. રસ્તો બંધ અને ટ્રાફિક જામ છે. વિદ્યાર્થીઓ પર પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો છે.
#WATCH | Maharashtra: Students protested outside State School Education Minster Prof. Varsha Eknath Gaikwad’s house, against offline exams
Students’ demand is online exams for classes 10th & 12th, in view of #COVID19 crisis. We tried convincing & dispersing them:DCP Pranay Ashok pic.twitter.com/ieqAmhq0rs
— ANI (@ANI) January 31, 2022
તો વળી પોલીસના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર શેર કરવામા આવેલી જાણકારીના આધારે શહેરના થાણે અને નાસિક જેવા વિસ્તારમાં પણ વિદ્યાર્થીઓ જમા થયા હતા. પણ તેમને ધરણાં પર બેસવા દેવામાં આવ્યા નહોતા. લાઠીચાર્જથી કોઈ વિદ્યાર્થીને ઈજા થઈ નથી. અમુક લોકોને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા, બાદમાં છોડી મુકવામાં આવ્યા હતા.
View this post on Instagram
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્કૂલ ખોલવા માટેની મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ મુંબઈ સહિત કેટલાય વિસ્તારોમાં ઓફલાઈન ક્લાસિસ શરૂ થઈ ગયા છે. હવે બોર્ડે સ્પષ્ટ કર્યુ છે કે, 10માં અને 12 ધોરણની બોર્ડ પરીક્ષાઓ પણ નિશ્ચિત સમયે ઓફલાઈન રીતે આયોજીત કરવામાં આવશે. 10ની પરીક્ષા 25 ફેબ્રુઆરીએ અને 12 ધોરણની પરીક્ષા 14 ફેબ્રુઆરી શરૂ થવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!