ગાંધીનગર હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો / પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાનું ગાળું કાપ્યું હતું, પોલીસની પૂછપરછમાં ખુલાસો કરતા કહ્યું આ મુદ્દે માથાકૂટ થતા મેં એને છરી મારી ગળું કાપ્યું : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં હાલ ગ્રીષ્મા પટેલ હત્યાકાંડ સૌથી મોટી ચર્ચાનો વિષય છે. જો કે ગ્રીષ્મા પટેલની ઘટનાની શાહી સુકાઇ નહોતી ત્યાં ગાંધીનગરમાં પણ એક યુવાન દ્વારા સગીરાને નદીની કોતરોમાં બોલાવીને ગળામાં કટર મારી દેવાયાની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં કટરથી સગીરાનું ગળુ કાપી નાખનારા વિકૃત યુવકે પહેલા તરૂણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સંજય ઠાકોરે પહેલા તરૂણી સાથે બળજબરી પુર્વક શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ તેના ગળાપર કટર મારી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

સગીરા પર હૂમલા બાદ જેમ તેમ કરીને તેણે પોતાના કાકાનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ તેના કાકા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સગીરાને તત્કાલ 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તે બચી ગઇ હતી. ખતરાથી બહાર હોવાનું હાલ ડોક્ટર્સની ટીમ જણાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નદીની કોતરમાં ખેલાયેલા આ ખુની ખેલની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ તો આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કડકમાં કડક સજા થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્ત સગીરાને વાગેલા કટરના ઘા એટલા ગંભીર હતા તે તેને 30 થી વધારે ટાંકા લેવામાં આવ્યા હતા. જો કે વેળાસર તેને સારવાર મળી જવાના કારણે તે બચી ગઇ હતી. જો કે ગુજરાતના પાટનગરમાં આવી ઘટના બનતા હવે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. સુરતમાં તો સ્થિતિ પોલીસના કાબુ બહાર જતી જ રહી છે પરંતુ હવે આવી ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે ત્યારે સમાજ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે, હાલ તો પોલીસ આરોપી પર કડકમાં કડક કાર્યવાહી કરવાનાં મુડમાં છે.

સંજય આ તરૂણીના પ્રેમમાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તે અમરાપુર નદીની કોતરમાં તેને લઇ ગયો હતો. ત્યાં થોડી વાતચીત કર્યા બાદ સંજયે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ આવું ક્યાં સુધી ચાલશે. સાથે જીવવું નહી તો મરી જવું અથવા તો મરી જઇએ તેવા મુદ્દે માથાકુટ થતા ગળામાં કટર મારી દીધું હતું.

સંજય આ તરૂણીના પ્રેમમાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તે અમરાપુર નદીની કોતરમાં તેને લઇ ગયો હતો. ત્યાં થોડી વાતચીત કર્યા બાદ સંજયે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ આવું ક્યાં સુધી ચાલશે. સાથે જીવવું નહી તો મરી જવું અથવા તો મરી જઇએ તેવા મુદ્દે માથાકુટ થતા ગળામાં કટર મારી દીધું હતું.

માતાના અવસાન બાદ સંજય તેના કાકાની સાથે રહીને મિનરલ વોટર જગ સપ્લાયની નોકરી કરતો હતો. હાલમાં સંજયને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે અને એફએસએલની ટીમને પણ સાથે રાખવામાં આવી છે. બીજી તરફ સગીરાના કાકાએ પણ મીડિયાનાં માધ્યમથી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/19/09-gandhinagar-hatya-no-pryas-vishal-shailesh_1645267433/mp4/v360.mp4 )

સિવિલનાં સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે પેપર કટર માર્યા બાદ પ્રિયંકાને બચાવવામાં સિવિલના તબીબોને સફળતા મળી છે, પરંતુ ગળાના ભાગે 2 એમએમ ઘા ઊંડો ઊતરી ગયો હોત તો શ્વાસનળી કપાઈ ગઈ હોત અને બચાવી શકાઈ ન હોત. બોચીના ભાગે પણ ઘા વધારે થયો હોત તો બોચીનું હાડકું તૂટી ગયું હોત. ઓપરેશન સમયે ઇએનટી, સર્જરી વિભાગ વિભાગના તબીબોને સાથે રાખવામાં આવ્યા હતા.

યુવતીને બોચીના ભાગે પેપર કટરથી વધારે ઊંડો ઘા થયો હતો. બોચીના ભાગમાં 12X3 સેન્ટિમીટરનો ઘા થયો હતો. ઘા એટલો ભયંકર હતો કે હોસ્પિટલમાં એને ખોલતાની સાથે જ લોહીની ધારા વહેવા લાગી હતી. પરિણામે, સીધી ઇએનટીના ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ હતી, જ્યાં સફળ સર્જરી કરાઈ હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *